કોરોનામાં Dolo 650ની દરરોજ 55 લાખ ગોળીઓ વેચાતી હતી, રોજની 86 લાખની કમાણી થતી

PC: livelaw.in

કોરોના મહામારીના સમયમાં જયારે આખી દુનિયામાં લોકો આર્થિક મુશ્કેલીમાં હતી અને વેપાર-ધંધા પણ પડી ભાંગ્યા હતા, તેવા સમયે દવા બનાવતી કંપનીએ Dolo 650નું ધૂમ વેચાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી. કંપનીએ વેચાણ વધારવા માટે તબીબોને 1,000 કરોડ રૂપિયાની ગિફ્ટ પણ વ્હેંચી હતી.

તાવની દવા Dolo 650 વિવાદમાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ કંપનીએ ડૉક્ટરોને 1 હજાર કરોડ રૂપિયાની લાંચ આપી હતી, જેથી તેઓ દર્દીઓને ડોલો ખાવાની સલાહ આપે.

 કોરોના સમયગાળા દરમિયાન Dolo 650ના વેચાણમાં બમ્પર તેજી જોવા મળી હતી. માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 ની વચ્ચે કંપનીએ 567 કરોડ રૂપિયાની દવાઓનું વેચાણ કર્યું હતું.

વાસ્તવમાં, ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ અરજી દાખલ કરી છે. આ અરજીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે Dolo 650 દવા બનાવતી કંપનીએ ડોક્ટરોને 1 હજાર કરોડ રૂપિયાની ભેટ આપી હતી. જોકે, આ દવા બનાવતી બેંગ્લોરની માઈક્રો લેબ્સે કહ્યું હતું કે અમારું સૌથી વધુ વેચાણ 350 કરોડ રૂપિયાનું છે, તો અમે હજાર કરોડની ભેટ કેવી રીતે વહેંચી શકીએ.

આ અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે જ્યારે મને કોરોના થયો ત્યારે ડૉક્ટરે મને Dolo 650 લેવા કહ્યું હતું.

DOLO 650 એ કોરોનામાં એટલી પ્રભાવશાળી હતી કે માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે, કંપનીએ 350 કરોડથી વધુ ટેબલેટ વેચી એટલે કે દરરોજ લગભગ 55 લાખ ગોળીઓ વેચાતી હતી.

એટલું જ નહીં, કંપનીએ આ વેચાણથી 567 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે Dolo 650ના વેચાણથી કંપનીને દરરોજ લગભગ 86 લાખ રૂપિયાની કમાણી થઈ. આ માહિતી હેલ્થકેર એનાલિટિક્સ ફર્મ IQVIA દ્વારા આપવામાં આવી છે.

IQVIAના કહેવા અનુસાર, Dolo 650નું સૌથી વધુ વેચાણ એપ્રિલ અને મે 2021માં થયું હતું. તે બે મહિનામાં કંપનીએ લગભગ 94 કરોડ રૂપિયાની દવાઓનું વેચાણ કર્યું હતું. આ બે મહિના એવા જ હતા, જ્યારે કોરોનાની બીજી અને ખતરનાક લહેર ચરમસીમાએ હતી.

રિસર્ચ ફર્મ અનુસાર, કોરોનાના આગમન પહેલા 2019માં Dolo 650ની 75 મિલિયન સ્ટ્રીપ્સ વેચાઈ હતી. એક પત્તામાં 15 ગોળીઓ હોય છે.  વર્ષ 2020 માં 9.4 કરોડ પત્તા અને 2021 માં 14.5 કરોડથી વધુ પત્તા વેચાયા હતા.

કોરોના મહામારીનું આગમન થયું તે પહેલા, 2019 માં, પેરાસિટામોલ શ્રેણીની તમામ બ્રાન્ડ્સે લગભગ 530 કરોડ રૂપિયાની દવાઓ વેચી હતી. 2021માં 924 કરોડ રૂપિયાના પેરાસિટામોલનું વેચાણ થયું હતું. તેમાંથી 307 કરોડ રૂપિયાની માત્ર Dolo 650 જ વેચાઈ હતી. આ સાથે Dolo650 ભારતમાં સૌથી વધુ વેચાતી તાવની દવા બની.

પહેલા નંબરે Calpol હતી, જેનું વેચાણ આશરે રૂ. 480 કરોડ હતું. તેનું ઉત્પાદન UKની GSK ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવે છે. ક્રોસિન છઠ્ઠા નંબર પર હતી, જેનું વેચાણ 23.6 કરોડ રૂપિયા હતું. ક્રોસિનનું ઉત્પાદન પણ GSK ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp