કોવિડ ડ્યૂટીમાં હાજર ન થતા આ નર્સિંગ કોલેજે 1000 વિદ્યાથીને સસ્પેન્ડ કર્યા

PC: youtube.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ઘણી જગ્યા પર મેડિકલ સ્ટાફનો પણ વિરોધ સામે આવ્યો છે અને વિરોધ કરવા બદલ મેડિકલ સ્ટાફને ફરજ પરથી મૂક્ત કરવામાં આવ્યો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલ વડોદરામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં ડોક્ટર અને પેરમેડિકલ સ્ટાફની ખૂબ જ જરૂર છે. પરંતુ આવા સમયે વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠના દ્વારા નર્સિંગ કોલેજના 1000 વિદ્યાર્થી સસ્પેન્ડ થયા છે. આ ઘટનાના મેડિકલ ક્ષેત્રે પત્યાઘાત પડ્યા છે.

રિપોર્ટ અનુસાર કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં હાલ 5289 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ગંભીરદર્દીઓની સંખ્યા 503 પર પહોંચી છે. કોરોનાના કેસમાં વધારો થતાં દર્દીની સારવાર માટે મેડિકલ સ્ટાફ અને ડોક્ટરની ખૂબ જ વધારે જરૂર છે. તેથી ડોક્ટરોની જરૂરિયાતને પહોંચી વળવા માટે મેડિકલ, ડેન્ટલ, ફિજીયોથેરાપી અને નર્સિંગ કોલેજના બીજા વર્ષના અને તેની ઉપરના વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાના દર્દીઓની સારવાર માટેની ટ્રેનીંગ આપવામાં આવી રહી હતી. પરંતુ વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં મેડિકલ વિદ્યાથીઓને કોવિડ વોર્ડમાં ફરજ બજાવવામાં આવી હતી. પરંતુ આ સ્કૂલના 1000 વિદ્યાર્થી ફરજ પર હાજર રાજ્ય નહોતા. તેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ બાબતે મેડિકલ એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે, સુમનદીપ વિદ્યાપીઠને વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની સત્તા નથી. સરકાર અથવા તો સરકાર દ્વારા નીમવામાં આવેલા અધિકારીઓએ દ્વારા જ હુકમ કરવામાં આવે તો જ વિદ્યાર્થીઓએને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ત્યારે સુમનદીપ વિદ્યાલય હવે વિવાદમાં સપડાય છે, તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, મેડિકલના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા પાછળ તંત્રની કોઈ મેલીમંથરાવટી હોય શકે છે. જાણકારો આ હુકમના કાળો હુકમ પણ કહી રહયા છે. આ ઘટનાના મેડિકલ ક્ષેત્રે પત્યાઘાત પડ્યા છે.

મહત્ત્વની વાત છે કે, અગાઉ અમદાવાદમાં પણ મેડિકલ સ્ટાફ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તે સમયે મેડિકલ સ્ટાફને પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ મેડિકલ સ્ટાફ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp