ઓક્સિજન લેવલ ઓછું થશે તો શરીરમાં દેખાશે આ લક્ષણ, જાણો હોસ્પિટલ ક્યારે જવાની જરૂર
આખા દેશમાં કોરોનાથી લોકો હાહાકાર પોકારી ગયા છે. લોકો સંક્રમણથી બચવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેમ છતા કોરોનાના નવા વેરિયન્ટથી બચી નથી રહ્યા. કોરોનાના આ નવા રૂપથી દર્દીઓને વેન્ટિલેટરથી વધારે ઓક્સિજનની જરૂર પડી રહી છે. હોસ્પિટલમાં ઓક્સિજનની ઝડપથી વધતી ખપત અને અચાનક આવેલી કમીને કારણે દર્દી હોસ્પિટલમાં પહોંચીને પણ દમ તોડી રહ્યા છે. તેવામાં જે દર્દીઓનો ઈલાજ હોમ આઈસોલેશનમાં ચાલી રહ્યો છે તેમના માટે ખતરો બનેલો છે. ઘર પર સારવાર કરી રહેલા દર્દીઓ માટે એ જાણવું જરૂરી છે કે, શરીરમાં ઓક્સિજનની અછત થવાના કયા લક્ષણો છે અને તેમને ક્યારે હોસ્પિટલ જવાની જરૂર છે.
AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, હોમ ક્વોરન્ટાઈનમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પોતાનું ઓક્સિજન સેચ્યુરેશન સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ. તેના માટે ઘરમાં પલ્સ ઓક્સિમીટર ડિવાઈસ રાખો અને હાથની આંગળી પર લગાવીને ચેક કરતા રહો. રીડિંગમાં જો 90થી ઓછું ઓક્સિજન લેવલ સતત રહેતું હોય તો તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ.
જો દર્દીનું ઓક્સિજન લેવલ 91થી 94ની વચ્ચે છે તો તેને ઘરે જ પ્રોનિંગ એક્સરસાઈઝ કરાવો અથવા પ્રોનિંગ પોઝિશનમાં ઊંઘાડો અને ઊંડા શ્વાસ લેવાનું કહેવું જોઈએ. આમ કરવાથી તમારા ઓક્સિજનના લેવલમાં ફરક જોવા મળશે.
આ સિવાય જો શરીરમાં ઓક્સિજનની કમી છે તો તમારા ચહેરોન રંગ ભૂરો થવા લાગશે અને હોઠો પર પણ લીલાશ આવી જાય છે. તેને સ્યાનોસિસ થવાના લક્ષણ માનવામાં આવે છે. અસલમાં હેલ્ધી ઓક્સિજેનેટેડ બ્લડને કારણે આપણી સ્કીન લાલ અથવા ગુલાબી ગ્લો કરે છે પરંતુ, જ્યારે શરીરમાં ઓક્સિજન ઓછું થવા લાગે છે ત્યારે આવા લક્ષણ જોવા મળે છે.
આ ઉપરાંત, જો તમારું ઓક્સિજન લેવલ ઓછું આવે અને તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો પળની પણ રાહ જોયા વિના તમારે હોસ્પિટલમાં એડમિટ થઈ જવું જોઈએ. અથવા તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને તેમની સલાહ લેવી જોઈએ. હાલમાં દેશમાં રોજના 3.50 લાખની નજીક કેસો આવી રહ્યા છે, જેમાં ગઈકાલે એક સારી વાત પણ જોવા મળી છે. દેશમાં કોરોનાથી સાજા થવાના લોકોની સંખ્યા પણ 2.50 લાખની નજીક પહોંચી હતી. જ્યારે અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp