ત્રીજી લહેરને અટકાવવા ટેસ્ટીંગ-ટ્રેસીંગ અને ટ્રીટમેંટ જરૂરી: કલેક્ટર વઢવાણિયા

PC: khabarchhe.com

તાપી જિલ્‍લામાં સંચારી રોગ નિયંત્રણ સમિતિની બેઠક કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અઘ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભા ખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત માટે લેવાયેલ પગલા, ચોમાસાની ઋતુમાં ક્લોરીનેશન સંદર્ભે ટેસ્ટ, ક્લોરીન ટેબલેટનું વિતરણ તથા બ્લીચીંગ પાવડરના છંટકાવ અંગે, તમાકુ નિયંત્રણ ધારા હેઠળ વસુલવામાં આવેલ દંડ, ડેન્ગયુ, મલેરીયા, ચીકનગુનિયા, ફાઇલેરીયાના કેસો અને તેને નિયંત્રણમાં લેવામાં આવેલ અસરકારક પગલા, જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસો, ટેસ્ટીંગ અને તેને લગતી જાગૃતતા લાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટર વઢવાણિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલમાં કોવિડ-19 પોઝિટિવ કેસો નહિવત પ્રમાણમાં હોવા છતા ટેસ્ટીંગ-ટ્રેસીંગ અને ટ્રીટમેંટમાં ઢીલાશ વર્તવી નહીં. જે પોઝીટીવ કેસો હોય તેઓના કોન્ટેક્ટ ટ્રીસીંગ કરવું ખુબ જ જરૂરી છે. જેના થકી સંભવિત ત્રીજી લહેરને પહેલાથી જ કાબુમાં કરી શકીશું. બોર્ડર ઉપરના ગામોમાં લોકલ ભાષામાં લોક જાગૃતતાના કાર્યક્રમો થાય તેની વિશેષ તકેદારી રાખવા સુચનો કર્યા હતા. જિલ્લામાં ડેન્ગયુ, મલેરીયા, ચીકનગુનિયાના કેસોના વધે તે માટે જાગૃતતાની સાથે જરૂરી પગલા લેવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશ કાપડિયાએ ઉપસ્થિત તમામ તાલુકા હેલ્થ ઓફીરોને પીએચસીમાં આવનાર દરેક વ્યક્તિનું કોરોના ટેસ્ટીંગ થાય તે સુનિશ્ચીત કરવા અને ખાસ કરી મહારાષ્ટ્રની બોર્ડર ઉપરના ગામો જ્યા આંતર રાજ્ય આવન-જાવન વધારે છે ત્યાં કોરોના ટેસ્ટીંગની સુવિધા વધારવા જણાવ્યું હતું.

આ સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન ઓનલાઇન પોર્ટલ અંગે માહિતી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp