ટૂંક સમયમાં મળશે યુએસ કંપની મોર્ડર્નાની કોરોના વેક્સીન, જાણો કેટલી હશે કિંમત

PC: theconversation.com

અમેરિકાની મોર્ડર્ના ઈંકે કોરોના વાયરસથી નિપટવા માટે વેક્સીન બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેમની વેક્સીન કોરોના સંક્રમણના બચાવમાં 94.5 ટકા કારાગાર સાબિત થઈ છે. આ વચ્ચે કંપનીએ કહ્યું છે કે મોર્ડર્ના વેક્સીનના એક ડોઝ માટે સરકાર પાસેથી 25-37 અમેરિકી ડૉલર 1854-2744 રૂપિયા લઈ શકે છે. મોર્ડર્નાના કાર્યકારી અધિકારી સ્ટેફન બાંસેલે કહ્યું હતું કે, વેક્સીનની કિંમત તેની માંગ પર નિર્ભર કરે છે. અમારી વેક્સીનની કિંમત 10-50 ડોલર એટલે કે 741.63-3708.13 રૂપિયા સુધીની હોઈ શકે છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે સોમવારે વાર્તામાં સામેલ યુરોપીય સંઘના એક ઓફિસરે કહ્યું હતું કે, યુરોપીયન સંઘને વેક્સીનના લાખો ડોઝની જરૂરત પડશે. યુરોપીયન યુનિયન પ્રતિ ડોઝના 25 ડોલરથી ઓછી કિંમત પર અપૂર્તિ માટે મોર્ડર્ના સાથે સોદો કરવા માગે છે.

યુરોપીયન યુનિયન સાથે સોદા પર બાંસેલે કહ્યું હતું કે, હજુ સુધી લેખિતમાં અથવા ઔપચારિક રીતે કંઈ પણ નક્કી થયું નથી. પરંતુ અમે યુરોપીયન કમિશન સાથે વાતચીત કરી રહ્યા છે. અને ઘણી હદ સુધી સોદાને નક્કી કરવાની નજીક છીએ. ભલે થોડા દિવસો લાગશે પરંતુ કરાર થવાનો નક્કી છે. મોર્ડર્ના કંપનીએ કહ્યું છે કે ક્લિનીકલ ટ્રાયલ દરમિયાન છેલ્લા ડેટામાં જાણવા મળ્યું છે કે, તેમની વેક્સીન કોવિડના બચાવમાં 94.5 ટકા અસરકારક સાબિત થઈ છે. અમેરિકાની કંપનીનું કહેવું છે કે તેમની વેક્સીન એમઆરએનએ-1273 જલદીથી આવી જશે. કંપનીને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં તે બે કરોડ ડોઝ બનાવી દેશે.

કંપનીનો દાવો છે કે આગામી વર્ષ સુધી સો કરોડ ડોઝ તૈયાર કરી દેશે, પરંતુ લોકો સુધી આ દવાને પહોંચાડવા માટે મોર્ડર્ના કંપનીએ ઘણી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડશે. કંપની ટૂંક સમયમાં સરકાર પાસેથી તેના ઉપયોગની પરમિશન માગશે. હાલમાં જુલાઈ મહિનાથી યુરોપીય સંઘ પોતાની કોરોના વેક્સીન માટે વાતચીત કરી રહ્યા છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp