સુરતમાં દિવ્યાંગો માટે યોજાયો વેક્સીનેશન કાર્યક્રમ, 102 દિવ્યાંગોએ વેક્સીન લીધી

PC: khabarchhe.com

સુરત શહેરમાં રોજબરોજ હજારો લોકોને કોરોના પ્રતિરોધક વેક્સીન આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે સુરત મહાનગરપાલિકા અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે 18 થી 44 વર્ષની વયના દિવ્યાંગો માટે વિનામૂલ્યે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 102 દિવ્યાંગોએ વેક્સીન લઈને સુરક્ષિત થયા હતા.

આ વેળાએ ભારત વિકાસ પરિષદના પ્રમુખ રૂપીન પચ્ચીગરે જણાવ્યું કે, 'સામાન્ય નાગરિકોની જેમ જ દિવ્યાંગો પણ વેક્સીન મેળવી સુરક્ષિત થાય અને સંક્રમણને અકાવવા મદદરૂપ બને તેવા આશયથી રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વિકાસ પરિષદે શહેરની અનેક સંસ્થાઓ અને શાળાઓનો સંપર્ક કરીને તેમજ દિવ્યાંગો સાથે ફોન પર વાતચીત સંપર્ક કરીને એમનું વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન કર્યું હતું અને રસીકરણ માટે એપોઈમેન્ટ આપી હતી.'

અઠવાગેટ ખાતે રહેતા દિવ્યાંગ 41 વર્ષીય જિજ્ઞેશ મહેતાએ જણાવ્યું કે, ‘હું હીરા ઉદ્યોગમાં કામ કરી મારૂ ગુજરાન ચલાવું છું. કોરોના સંક્રમણથી બચવા માટે રસી અને કોરોના માર્ગદર્શિકાઓનું પાલન એકમાત્ર શસ્ત્ર છે. પરિવહનનો અભાવ હોવાથી સંસ્થા દ્વારા પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જેના કારણે હું અને મારા જેવા અનેક દિવ્યાંગ ભાઇઓ-બહેનો સરળતાથી વ્યવસ્થા થઈ હતી. વેક્સીન લીધા બાદ મને કોઇ પણ પ્રકારની આડઅસર જણાઈ નથી. તેથી હું શહેરના પ્રત્યેક શહેરીજનો વેક્સીન લેવા અને તેનાથી તેમના પરિવારને સુરક્ષિત કરવા વિનંતી કરું છું.’’

શહેરના ઉધના ખાતે રહેતા રાજેશકુમાર વાળા તેમના 19 વર્ષીય પુત્ર જિગરને વેક્સીન અપાવવા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 'જિગરને બોલવામાં તકલીફ છે. તે જીવનવિકાસ શાળામાં અભ્યાસ કરતો હોવાથી તેનું શાળા તરફથી જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેના કારણે મારા પુત્રને રસી અપાવવા સરળતા થઈ છે. વધુમાં તેમણે કહ્યું કે, મને ગર્વ છે કે કોરોના સામેની જંગ જીતવામાં જિગરે પણ પોતાનું નામ નોંધાવ્યું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp