રાજકોટમાં કોરોનાની, હોસ્પિટલની સ્થિતિ અંગે કલેક્ટરે જુઓ શું કહ્યું

PC: divyabhaskar.co.in

રાજકોટ શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસને કારણે સ્થિતિ હદથી વધારે વણસી છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે પથારીની અછત છે. બીજી તરફ ઑક્સિજન લેવા માટે પણ દોડધામ થઈ રહી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટરે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટના જિલ્લા ક્લેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, તાત્કાલિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં વધુ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જેથી વધુ દર્દીઓને સારવાર આપી શકાય.

આ સાથે શહેરની કેન્સર હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. જે પૈસા લઈને બેડની વ્યવસ્થા કરવાના વીડિયો સામે આવ્યો છે એ અંગે કાયદેસર તપાસ કરવામાં આપશે. પોલીસ કાયદાકીય પગલાં લેશે. શહેરની પરિસ્થિતિ જોતા બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. ઑક્સિજનને લઈને મળતી ગુજરાતની સપ્લાયમાં ઘટાડો થયો છે એટલે શહેરમાં પણ થોડી ઘટ વર્તાય છે, પણ પ્લાનિંગ આ માટેનું પણ ચાલું છે જેથી આ ઘટ નીવારી શકાય. અમારી ટીમ આ અંગે કામ કરી રહી છે. ઑક્સિજનના ઘણા સિલિન્ડર મંગાવી લીધા છે ઈન્ડસ્ટ્રીય સેફ્ટી અને હેલ્થની ટીમ કામ કરે છે. કોવિડ સેન્ટરમાં સ્ટાફની અછતને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ક્લેક્ટરે જણાવ્યું હતું કે, સ્ટાફ માટે પગાર વધારાનો ઓર્ડર કર્યો છે. રાજ્ય સરકારે પણ આ અંગેની નોંધ લીધી છે. સ્ટાફ માટે બીજા વિસ્તારમાંથી પણ લોકો અહીં કામ હેતું જોઈન થવા આવ્યા છે. અરજીઓ પણ આવી ગઈ છે. રાજ્ય સરકારે પણ આ અંગે નિર્ણય કર્યો છે. સ્ટાફની અછત છે પણ થઈ શકે એટલું મેનેજ કરીશું. ઈન્ટરવ્યૂ લઈને ભરતી કરીશું અને જે તે ફાળવણી સોંપીશું.

રાજકોટમાં ઔદ્યોગિક ઝોનમાં ક્યા ઉદ્યોગમાં ટેન્ક, છે, ક્યાં ઑક્સિજનની બોટલ્સ છે આ અંગે તપાસ થઈ ચૂકી છે અમારી પાસે પૂરતા રીપોર્ટ છે. જેમ જેમ ફીડબેક મળે છે એ રીતે દર્દીના હીતમાં નિર્ણય કરીએ છીએ. ઑક્સિજન માટે રાજ્યમાં ઉપર રજૂઆત કરી છે. અત્યારે ઘટ છે પણ ટૂંક સમયમાં પૂરતો સ્ટોક થશે. જે રીતે સિવિલમાં જરૂર પડે એ રીતે ઉદ્યોગોમાંથી મંગાવ્યા છે. જોકે, ઘણી બધી સંસ્થાઓ આ માટે આગળ આવે છે અને મોટા ઉદ્યોગો પાસેથી લે છે. ટેસ્ટ માટેની કિંટ અને ટેસ્ટિંગ ઈન્ટ્રુમેન્ટની અછતને લઈને કહ્યું કે, આ માટે કોલકાતા અને રાજસ્થાન સુધી તપાસ કરાવી છે. આખા દેશમાં એની અછતનો ઈસ્યું છે. જેટલું થાય એટલો પૂરતો સહકાર આપીએ છીએ. કીટ તથા ઈન્ટ્રુમેન્ટ મંગાવીએ છીએ. બને એટલું ઝડપથી આ અંગે પગલાં લઈ શકાય એવો અમારો પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp