કોરોના સામે લડવા ગુજરાતને કેન્દ્રએ શું આપ્યું? જાણો RTIમા કેવો ખુલાસો થયો છે

PC: dnaindia.com

ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે લડવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારને કેટલી ગ્રાન્ટ કે આર્થિક મદદ કરી છે તેવા પ્રશ્નના જવાબમાં ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કેન્દ્રના આ મંત્રાલયે ગુજરાતને કોઇ ગ્રાન્ટ આપી નથીમાત્ર કોરોના સામે લડવા માટેના સાધનો આપ્યાં છે.

આરટીઆઇ સંશોધન કર્તાએ પ્રાપ્ત થયેલા જવાબમાં આ ખુલાસો થયો છે તેમ છતાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનો દાવો છે કે કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે ગુજરાતને તમામ સહાય કરી છે.

ગુજરાતમાં માર્ચ મહિનાના મધ્યથી કોરોના સંક્રમણના કેસો વધવાના શરૂ થયા હતા અને આજે ચાર મહિનામાં આ કેસોની સંખ્યા 61000 કરતાં વધી ગઇ છેકેટલીક સામાજીક સંસ્થાઓને એવો સવાલ થયો છે કે ભારત સરકારના આરોગ્ય વિભાગે રાજ્યોને કોરોના સામે લડવા કેટલી આર્થિક મદદ કરી છે.

એક સ્વૈચ્છિક સંસ્થાએ જૂન મહિનામાં વડાપ્રધાનની કચેરીમાં માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરીને અરજી કરી હતી. આ અરજીને સીધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં તબદિલ કરી દેવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યોને કોવિડ સામે લડવા માટે ટેકો આપી રહ્યું છે.

જો કે આરોગ્ય મંત્રાલય તરફથી આરટીઆઇમાં જે જવાબ મળ્યો છે તે ચોંકાવનારો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના સામે લડવા માટે રાજ્ય સરકારને કોઇ ભંડોળ અને અનુદાન આપ્યું નથી પરંતુ વ્યક્તિગત સુરક્ષાના સાધનો આપ્યાં છે જેમાં પીપીઇમાસ્ક અને વેન્ટીલેટરનો સમાવેશ થાય છે.

આરટીઆઇના જવાબમાં ખુલાસો થયો છે કે કેન્દ્રીય મંત્રાલયે 20 લાખ એન-95 માસ્ક, 9.38 લાખ પીપીઇ કીટ્સ, 8.5 લાખ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ગોળી અને 1504 વેન્ટિલેટર આપ્યાં છે. એટલે કે હકીકતમાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગુજરાતને જૂન સુધીમાં આટલી મદદ કરી છે.

ભારત સરકારે ત્રીજી એપ્રિલ 2020ના રોજ ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ બેન્ક પાસેથી માસ્કપીપીઇ કીટ્સપ્રયોગશાળાઉપકરણો અને ચિકિત્સા સુવિધા ઉપરાંત સ્ટાફની ભરતી કરવા માટે 7700 કરોડ રૂપિયાની લોન લીધી છે જેમાં વિશિષ્ટ હોસ્પિટલોબેડ્સડેટા મેનેજમેન્ટ અને લોકજાગૃતિની બાબતોનો પણ સમાવેશ થાય છે

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp