દુનિયા પર કોરોના સંક્રમણની નવી લહેરનું જોખમ, ચિંતિત WHOએ કહ્યું-નવો વેરિયન્ટ..

PC: khabarchhe.com

વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ આખી દુનિયામાં ફરીથી કોરોના વાયરસ સંક્રમનની નવી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. રાહતની વાત એ છે કે, કોરોના વાયરસની નવી લહેરમાં મોતોનો આંકડો ખૂબ ઓછો રહી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમીક્રોનના નવા સબવેરિયન્ટ XBB.1.5ને અત્યાર સુધી સૌથી વધુ સંક્રામક રૂપ માન્યુ છે. દર બીજા અઠવાડિયે તેનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા બેગણી થઇ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ XBB.1.5 સબવેરિયન્ટથી ઉત્તર-પૂર્વી અમેરિકાને સૌથી વધુ પ્રભાવિત માન્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉત્તર પૂર્વી અમેરિકામાં XBB.1.5 સબવેરિયન્ટના ખૂબ ઝડપથી થઇ રહેલા ફેલાવ પર ચિંતા પણ વ્યક્ત કરી છે. કોરોના વાયરસ સંક્રમણના હિસાબે ચીન પણ આખી દુનિયા માટે જોખમી બનેલું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારી મારિયા વાન કેરખોવે જણાવ્યું કે, ઓમીક્રોનનો નવો સબવેરિયન્ટ XBB.1.5 અત્યાર સુધીનો કોરોના વાયરસનો સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પાસે અત્યારે આ વેરિયન્ટની ગંભીરતાને લઇને કોઇ ડેટા નથી.

અત્યાર સુધી આ વાતના સંકેત મળ્યા નથી કે, તે પહેલા મળેલા સબવેરિયન્ટની તુલનામાં સંક્રમીતોને વધારે બીમાર કરવામાં સક્ષમ છે. હાલમાં XBB.1.5નો ફેલાવ અમેરિકામાં વધારે થઇ રહ્યો છે. અમેરિકામાં ઝડપથી થઇ રહેલા તેના ફેલાવે વિશ્વ આરોગ્ય સંસ્થાને ચિંતામાં નાખી દીધી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, લગભગ દર બીજા અઠવાડિયે XBB.1.5 સંક્રમીતોની સંખ્યા બેગણી થઇ રહી છે. મારિયા વાન કેરખોવે કહ્યું કે, આ વાયરસ કોશિકાઓમાં અસાધારણ રૂપે ચોંટી જાય છે. જેનાથી તેને સરળતાથી મ્યુટેટ કરવામાં મદદ મળે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારી મારિયા વાને આગળ કહ્યું કે, હાલમાં 29 દેશો XBB.1.5ના સબવેરિયન્ટથી સંક્રમિત લોકો મળી ચૂક્યા છે. તેમણે તેના અન્ય દેશોમાં ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, આખી દુનિયામાં જીનોમ સિક્વેન્સિંગની સ્પીડ ધીમી પડવાથી કોરોનાના અન્ય વેરિયન્ટ બાબતે જાણકારી ભેગી કરવાનું મુશ્કેલ થઇ ગયું છે.

XBB.1.5ની ગંભીરતા બાબતે અત્યાર સુધી જરૂરી જાણકારી મળી શકી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના વિશેષજ્ઞ તેની ગંભીરતાનું જાણકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં ઝડપથી વધ્યા બાદ ભારત સરકારે આ દેશોથી આવતા મુસાફરો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દીધો છે. એ સિવાય કેટલાક અન્ય નિયમ પણ લાગુ કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp