કોરોનાથી તડપતું ચીન, નવી લહેરમાં લાખો લોકોના મોતની આશંકા, જિનપિંગે પણ માન્યું

PC: indiatoday.in

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ન્યુ યર પર શનિવારે કોરોનાની માર ઝેલી રહેલા પોતાના દેશના નાગરિકોને સંબોધિત કર્યા હતા. તેણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે ચીનમાં કોવિડની લહેર નવા ચરણમાં પ્રવેશ કરી ગઈ છે અને તેનો મુકાબલો કરવો કઠિન ચેલેન્જ બનેલી છે. તેમણે કહ્યું હતું કે- અસાધારણ પ્રયાસોની સાથે આપણે અભૂતપુર્વ કઠિનાઈઓ અને ચેલેન્જ પર વિજય હાંસલ કર્યો છે. આ કોઈના માટે પણ સરળ યાત્રા ન હતી. છેલ્લા કેટલાંક દિવસોમાં આ બીજી વખત છે કે શીએ દેશમાં કોવિડની હાલની સ્થિતિ પર લોકોને સંબોધન કર્યું છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી વારંવાર અપીલ કરવામાં આવ્યા પછી ચીને શુક્રવારે પોતાના અધિકારીઓને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના એક્સપર્ટ્સ સાથે વાત કરવાની પરવાનગી આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓફિસર, જનતા, ડૉક્ટર, સામાજિક કાર્યકર્તા દરેક કોરોનાથી મુકાબલો કરવા માટે મજબૂતીથી ડટેલા છે.

તેમણે કહ્યું હતું કે અમારી સામે આશાની કિરણ દેખાઈ રહી છે. તેને પાર કરવા માટે આપણે વધુ એક કોશિશ કરીએ કારણ કે દ્રઢતા અને એક્તાનો મુકાબલો જ જીત અપાવે છે. તેમણે કહ્યું કે કોરોનાના આવ્યા પછી અમે લોકોની જીવનની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. વિજ્ઞાન-આધારિત અને લક્ષિત દ્રષ્ટિકોણનું પાલન કરતા અમે લોકોના જીવન અને સ્વાસ્થ્યની મહત્તમ સંભવ સીમા સુધી રક્ષા કરવા માટે કોવિડ વિરુદ્ધ કડક અને જરૂરી પગલા ઉઠાવ્યા છે.

જિનપિંગે સંબોધનમાં કહ્યું કે ચીનમાં કોરોનાના કારણે લાઈફ પ્રત્યે સુરક્ષાને નવો આયામ મળ્યો છે. નવા સમયમાં પ્રવેશ કરવાની સાથે જ અમેં પોતાની સુરક્ષાને લઈને વધારે સચેત થવાની જરૂર છે. તેમણે ચીનની કોવિડ નીતિ અંગે જણાવ્યું કે દેશે મોટા પાયા પર નીરિક્ષણ કર્યું છે. અમે ઝીરો કોવિડ પોલિસીને પણ ખતમ કરી દીધી છે. ચીનમાં ઝોરી કોવિડ પોલિસી ત્રણ વર્ષ સુધી રહી છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે 2022માં અમે ભૂકંપ, પૂર અને જંગલની આગ સહિત ઘણી પ્રાકૃતિક આપદાઓને ઝેલી છે. આપણે કામ કરનારી જગ્યાઓ પર દુર્ઘટનાઓનો સામનો કર્યો છે. આ વચ્ચે મુસીબતોનો સામનો કરવા માટે આપણે એકસાથે રહ્યા. સંકટમાં બીજાને મદદ કરવા માટે જીવનનું બલિદાન પણ આપી દીધું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક્સપર્ટ્સ અને ચીની અધિકારીઓ વચ્ચે કોરોનાના કેસો, વેક્સીન, ટ્રીટમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં જ થયેલી બેઠરમાં કહેવામાં આવ્યું છે કે ચીન કોઈ પણ આંકડો વગર છૂપાવ્યા વગર દુનિયાની સાથે શેર કરે. આ સમયે ચીનમાં વધી રહેલા કેસો ચિંતા વધારી રહ્યા છે, સાથે તેના ડેટા છૂપાવવા અને વધારે પરેશાન કરી દીધા છે. આ કારણે ત્યાંની અસલ સ્થિતિ અંગે જાણવું ઘણું ચેલેન્જીંગ છે. જેના પછી હવે ચીનના વૈજ્ઞાનિકો ડબલ્યુએચઓના એક્સપર્ટ્સ સાથે 3 જાન્યુઆરીના એક મિટીંગ કરશે. જેમાં ચીની અધિકારી જીનોમ સિક્વન્સીંગનો ડેટા શેર કરવાની છે.

જ્યારથી કોરોના મહામારી આવી છે, ત્યારથી ચીન તરફથી ઓફિશિયલ મોતનો આંકડો 5247 છે. જેની સરખામણી સંયુક્ત રાજ્ય અમેરિકામાં 10 લાખથી વધારે મોત સાથે કરવામાં આવે છે. જ્યારે ચીની શાસિત હોંગકોંગે 11 હજારથી વધારે મોતની સૂચના આપી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ચીનમાં મરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે અને આગામી એક વર્ષમાં 10 લાખથી વધારે લોકો મરી શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp