ICCએ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે લીગ માટે આપી મંજૂરી

PC: cricket361.com

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પોતાની ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે લીગને મંજૂરી આપી દીધી છે. ICCના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને કહ્યું હતું કે, ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 9 ટીમ 2 વર્ષમાં ઓછામાં ઓછી 6 સીરિઝ રમશે, જેમાંથી 3 ટીમ ઘરમાં અને 3 ટીમ વિદેશમાં રમશે. 2019 વર્લ્ડ કપ બાદ આ ચેમ્પિયનશિપ શરૂ થશે અને આમાં ઓછામાં ઓછી 2 ટેસ્ટ અને વધુમાં વધુ 5 ટેસ્ટ મેચ રમાશે. આમાં ઝિમ્બાબ્વેની ટીમને શામેલ નહીં કરવામાં આવે. વન-ડે લીગની શરૂઆત 2020થી થશે અને આમાં 13 ટીમ શામેલ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.