અહીં શનિદેવને બનાવે છે બિઝનેસ પાર્ટનર તો વધી જાય છે નફો! લોકો પહોંચાડે છે નફાનો

PC: news18.com

દેશમાં શનિદેવના ઘણા બધા મંદિર આવેલા છે. પરંતુ મધ્ય પ્રદેશના ખરગોનમાં એક અનોખુ મંદિર છે. અહી ભક્ત રીતસરના સંકલ્પ પત્ર ભરીને ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે અને પોતાના બિઝનેસમાં શનિદેવને પાર્ટનર માને છે. કહેવામાં આવે છે કે શનિદેવને પાર્ટનર બનાવવાથી બિઝનેસમાં વૃદ્ધિ થાય છે. અત્યાર સુધી 1500થી વધુ ભક્ત શનિદેવને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવી ચૂક્યા છે. આ મંદિર ખરગોન જિલ્લા હેડક્વાર્ટરથી લગભગ 70 કિલોમીટર દૂર સનાવદ પાસે સ્થિત છે.

મંદિર લગભગ 21 વર્ષ જૂનું છે. અહી ભગવાનની પ્રતિમા નથી. શનિ સિંગનાપુરની જેમ પથ્થરના રૂપમાં ખુલ્લા આકાશ નીચે ભગવાન બિરાજે છે. મંદિરના પૂજારી પંડિત સંદીપ બર્વેએ જણાવ્યું કે, અહી અનેક લોકોએ શનિદેવને બિઝનેસ પાર્ટનર બનાવીને રાખ્યા છે. એટલે ક્ષેત્રમાં તેમને પાર્ટનર શનિદેવ પણ કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારની કામનાઓ રાખતા ભગવાનના દ્વાર પર લોકો આવે છે. બિઝનેસમાં પ્રોફિટનો ભાગ ભગવાનને અર્પિત કરે છે. મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણા રજ્યોથી લોકો અહી પહોંચે છે અને પોતાના બિઝનેસમાં પ્રગતિ માટે ભગવાનને બિઝનેસ પાર્ટનર બનાવે છે.

અત્યાર સુધી 1500 થી 1600 ભક્તોએ શનિદેવને પાર્ટનરશિપ આપી છે. તેના માટે વિધિવત એક સંકલ્પ પત્ર ભરે છે. જેમાં ભગવાનને ભાગીદારી આપે છે. સંકલ્પ પત્રમાં લખે છે કે ભગવાન આજથી આ બિઝનેસને તમારા હવાલે કરી રહ્યા છીએ. બિઝનેસમાં તમે અને અમે ભાગીદાર રહીશું. પૂજારીએ જણાવ્યું કે, ભગવાન શનિદેવને નાડી તંત્ર અને ન્યાયના દેવતા પણ માનવામાં આવે છે. સાથે જ સ્વાસ્થ લાભ માટે પણ મોટી સંખ્યામાં લોકો ભગવાન પાસે આવે છે. અહી પૂજા અને દાન કરવા સાથે જેટલા પણ વિવાદ છે. તેમાં સફળતા મળે છે. કારોબારમાં પ્રતિદ્વંદ્વીઓ પર વિજય પ્રાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp