8 એપ્રિલે સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં નજરે પડશે કે નહીં અને સૂતક કાળનો સમય
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024ના રોજ થવાનું છે. આ ગ્રહણ ખૂબ ખાસ માનવામાં આવી રહ્યું છે કેમ કે એ દિવસે ખૂબ લાંબુ ગ્રહણ લગવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે એવું સૂર્યગ્રહણ લગભગ 50 વર્ષ અગાઉ લાગ્યું હતું. સૂર્ય ગ્રહણની પૂરી અવધિ 5 કલાક 25 મિનિટની છે. જેમાંથી લગભગ સાઢા 7 મિનિટ એવી હશે, જ્યારે ધરતી પર અંધારું છવાઈ જશે. ચાલો આ આર્ટિકલમાં જાણીએ ભારતમાં નજરે પડશે કે નહીં. તેની સાથે જ સૂતક કાળને લઈને દરેક વાત.
સૂર્ય ગ્રહણની તારીખ અને સમય:
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024ના રોજ લાગશે. ભારતીય સમય મુજબ, રાત્રે 9:00 વાગીને 12 મિનિટથી 9 એપ્રિલના રોજ 2 વાગીને 22 મિનિટ સુધી ગ્રહણ રહેવાનું છે. આ સૂર્ય ગ્રહણની કુલ અવધિ 5 કલાક 10 મિનિટ હશે. તો અમેરિકા, મેક્સિકો, કેનેડા, આયરલેન્ડ, ઈંગ્લેન્ડ જેવા દેશના સૂર્ય ગ્રહણના સમયની વાત કરીએ તો બપોરે 2:15થી શરૂ થશે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પૂર્ણ થશે. તેને ખગ્રાસ સૂર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે. એવામાં સૂર્યનો પ્રકાશ ધરતી પર આવતા થોડી મિનિટ માટે રોકાઈ જાય છે અને ચંદ્રની પૂરી છાયા પૃથ્વી પર પડે છે, જેથી અંધારું છવાઈ જાય છે. એવામાં તે પૂર્ણ સૂર્ય ગ્રહણ રૂપમાં નજરે પડે છે.
સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં?
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં નજરે નહીં પડે કેમ કે રાતનો સમય હોવાના કારણે એ નજરે નહીં પડે.
સૂતક કાળ માન્ય નહીં હોય:
હિન્દુ શાસ્ત્રો મુજબ કોઈ પણ ગ્રહણ શરૂ થવાના થોડા કલાકો અગાઉ સૂતક કાળ શરૂ થઈ જાય છે. સૂર્ય ગ્રહણની વાત કરીએ તો સૂતક કાળ 12 કલાક અગાઉ શરૂ થઈ જાય છે અને સમાપન બાદ જ સમાપ્ત થાય છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કામોને કરવાની મનાઈ હોય છે. જો કે, સૂર્ય ગ્રહણ ભારતમાં નજરે પડવાનું નથી. એવામાં સૂતક કાળ માન્ય નહીં હોય.
ભારતમાં સૂર્યગ્રહણ નહીં, પરંતુ પડશે આ રાશિઓ પર અસર:
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં નજરે પાડવાનું નથી. એવામાં સૂતક કાળ માન્ય નહીં હોય, પરંતુ 12 રાશિઓના જીવન પર અસર જરૂર પડશે. સૂર્ય ગ્રહણ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં થઈ રહ્યું છે. તેની સાથે જ ચંદ્રમાં બુધ અને કેતું સાથે કન્યા રાશિમાં જ સ્થિતિ છે. તેની સાથે જ ગુરુ બૃહસ્પતિની પૂરી દૃષ્ટિ પડી રહી છે. તેની સાથે જ સૂર્ય દ્વિતીય ભાવમાં શુક્ર અને પષ્ટ ભાવમાં વકરી શનિ બિરાજમાન રહેશે. એવામાં કેટલીક રાશિના જાતકોને લાભ મળશે, તો કેટલીક રાશિના જાતકોને માનસિક, શારીરિક તણાવનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે જ વૈવાહિક જીવનમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. આર્થિક પડકારો પણ આવી શકે છે. એટલે થોડું સાવધાન રહેવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp