છેલ્લાં 5 વર્ષમાં 65 પેપર લીક થયા, દેશનું આ રાજ્ય સૌથી મોખરે, ગુજરાત કયા નંબરે?

દેશભરમાં અત્યારે સૌથી વધારે ચર્ચા પેપર લીકની ચાલી રહી છે. માત્ર નીટ કે UGC- નેટની પરીક્ષાના જ નહીં, પરંતુ છેલ્લાં 5 વર્ષમાં દેશમાં મોટી મોટી પરીક્ષાઓના કુલ 65 પેપરો લીક થયા છે, તેના પરથી અંદાજ આવે છે કે પેપર લીક હવે એક મોટો ધંધો બની ગયો છે. આ બધા એવા કેસો છે જેમાં FIR થયેલી છે, ધરપકડ થઇ છે અને પરીક્ષા રદ અથવા મુલતવી રહી છે.

સૌથી વધારે કયા રાજ્યમાં પેપર લીક થયા તેની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 8 પેપર લીકની ઘટના બની છે. એ પછી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 7-7 પેપરો લીક થયા છે. ગુજરાતમાં 4 પેપર લીકની ઘટના બની છે.

જે 65 પેપર લીક થયા તેમાં 45 પરીક્ષા સરકારી વિભાગોમાં અલગ અલગ પદ માટે હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp