ધો-12ની પરીક્ષા આપતી 1 છાત્રા માટે 8 કર્મચારી કેમ તૈનાત કરાયા?

PC: aajtak.in

મધ્યપ્રદેશમાં હાલમાં પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે. તેમાં પરીક્ષાના એક કેન્દ્ર અશોકનગરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિચિત્ર તસવીર સામે આવી છે. જિલ્લા મુખ્યાલયમાં એક સૌથી મોટું પરીક્ષા કેન્દ્ર છે સરસ્વતી શિશુ મંદિર શાળા, તેમાં માત્ર એક વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે, એક છાત્રા જ પરીક્ષા આપી રહી હતી અને તેના માટે 9 સરકારી કર્મચારીઓની ટીમ પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહી હતી.

મધ્યપ્રદેશમાં હાલ 10 અને 12માં ધોરણના બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન અશોકનગર જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અશોકનગર અને મુંગાવલીની શાળાઓમાં આજે સંસ્કૃત વિષયની પરીક્ષા હતી, તેમાં તે વિષયનો એક-એક વિદ્યાર્થી જ પરીક્ષા આપવા આવ્યો હતો. જે માટે બંને શાળાઓમાં 8 જેટલા કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા.

હકીકતમાં, અશોકનગરના પઠારમાં સ્થિત સરસ્વતી શિશુ મંદિરમાં પરીક્ષાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. આમ તો તે કેન્દ્ર પર કુલ 858 વિદ્યાર્થીઓ પેપર આપી રહ્યા હતા. પરંતુ તે પરીક્ષા કેન્દ્રમાં એક રૂમ એવો પણ હતો, જ્યાં માત્ર એક જ વિદ્યાર્થી મનીષા અહિરવાર પેપર આપી રહી હતી. આ વિદ્યાર્થીએ સંસ્કૃત વિષયનું પેપર આપ્યું હતું, જેના માટે 8 કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા.

જિલ્લાના મુંગાવલીની સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. અહીં પણ એક જ વિદ્યાર્થીએ પોતાનું પેપર આપ્યું હતું. ઉચ્ચતર માધ્યમિકના સંસ્કૃત વિષયની પરીક્ષા માટે જિલ્લામાં 20 જેટલા પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. અશોકનગરમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે એક પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, જ્યાં 466 ઉચ્ચ માધ્યમિક ઉમેદવારો પેપર આપી રહ્યા હતા. પરંતુ માત્ર કચ્છનાર ગામની વિદ્યાર્થિની મનીષા અહિરવાર સંસ્કૃત વિષયની પરીક્ષા આપવા આવી હતી અને તેના માટે તે પરીક્ષા કેન્દ્ર પર કલેક્ટર પ્રતિનિધિ, સુપરવાઈઝર, કેન્દ્ર અધ્યક્ષ, મદદનીશ કેન્દ્ર અધ્યક્ષ અને એક પોલીસકર્મી અને બે પટાવાળા અને અન્ય એકની એમ મળીને કુલ 8 સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp