'માફ કરી દો. થાકી ગઈ છું', NEET પરીક્ષાના 1 દિવસ પહેલા વિદ્યાર્થિનીની આત્મહત્યા
રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ થનારી NEETની પરીક્ષાના તણાવને લઇ તમિલનાડુની એક 19 વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. યુવતી મદુરાઈની રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પરીક્ષાના પ્રેશરમાં હતી તેને લીધે તેણે આ ઘાતક પગલું ભર્યું છે. રાજ્યમાં થોડા દિવસ પહેલા જ એક વિદ્યાર્થીએ NEETની પરીક્ષાને લઇ આત્મહત્યા કરી લીધી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, NEET પરીક્ષાના એક દિવસ પહેલા 19 વર્ષની જ્યોતિ શ્રી દુર્ગાએ મદુરાઈમાં આપઘાત કરી લીધો. પોલીસે જણાવ્યું કે જ્યોતિ શ્રી NEETની પરીક્ષાની તૈયારી માટે પહેલાથી જ કોચિંગ લઇ રહી હતી. જ્યારથી પ્રવેશ પરીક્ષાની તારીખોનું એલાન થયું છે ત્યારથી જ તે તણાવમાં હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યોતિએ પહેલા પણ NEETની પરીક્ષા આપી, પણ તે તેમાં સિલેક્ટ થઇ નહોતી.
પોલીસને મળી નોટ
પોલીસને જ્યોતિના પુસ્તકોમાંથી એક લેટર મળ્યો છે. જેમાં તેણે પરિવારને પોતાને દોષ ન આપવાની વાત કરી છે અને પરીક્ષમાં અસફળ થવાના ડરથી અને સીટ મેળવવામાં સક્ષમ ન હોવાના ડરથી આત્મહત્યા કરવાની વાત લખી છે. પરિજનોએ જણાવ્યું કે, જ્યોતિને પરીક્ષાની તૈયારીઓ માટે મોડી રાત સુધી જાગવાની આદત હતી. શનિવારે સવારે જ્યારે તેના માતા-પિતાએ તેને ચા આપવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો તો તેમણે દરવાજો અંદરથી બંધ જણાયો. તેમણે અંદર જોયું તો સીલિંગ ફેનથી તેનું શવ લટકી રહ્યું હતું.
પરિવાર માટે સુસાઈડ નોટમાં વિદ્યાર્થીનીએ લખ્યું કે, તમારા સૌની મારાથી ઘણી આકાંક્ષાઓ જોડાયેલી છે. મને મેડિકલ સીટ ન મળી તો તમારી બધી મહેનત પાણીમાં ફરી વળશે. મને માફ કરી દો. હું થાકી ગઇ છું.
NEET પરીક્ષાને લઇ વિપક્ષ ગુસ્સામાં
સ્થાનીય પોલીસે જ્યોતિ દુર્ગાના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર અને વિપક્ષ પાર્ટી કોરોના મહામારી સમય દરમિયાન NEET અને JEE મેન્સની પરીક્ષા આયોજિત કરાવવાને લઇ વિરોધ કરી રહ્યયા છે. હાલમાં જ વિદ્યાર્થીઓ તરફથી આત્મહત્યાના બે અન્ય કેસ સામે આવ્યા પછી તમિલનાડુમાં વિપક્ષ દળોમાં ગુસ્સો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, તમિલનાડુમાંથી આ વર્ષે NEETની પરીક્ષા માટે 1,17,990 વિદ્યાર્થીઓએ અપ્લાઇ કર્યું છે. NEETની પરીક્ષા જે મે મહિનામાં થવાની હતી તે કોરોના સંકટને લઇ હવે આખરે 13 સપ્ટેમ્બરના રોજ લેવાઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp