બિહારની મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં શુક્રવારે રજા રહેશે, હિન્દૂ તહેવાર..

PC: tv9hindi.com

બિહારમાં રજાઓનું કેલેન્ડર-2024 બહાર પાડવામાં આવ્યું છે. બિહાર સરકાર દ્વારા રજાઓનું કેલેન્ડર જાહેર થતાં જ BJPએ જોરદાર પ્રહારો કર્યા છે. BJPએ કહ્યું કે રજાના કેલેન્ડરથી CM નીતીશ કુમાર સરકારના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા છે.

ઠંડીની મોસમમાં શિક્ષણ વિભાગના એક નિર્ણયથી બિહારનું રાજકારણ ગરમાયું છે. આ નિર્ણયને લઈને સરકારના ઈરાદા પર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે અને પૂછવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયનો અર્થ શું છે, જ્યારે આવો નિર્ણય દેશમાં ક્યાંય લેવામાં આવ્યો નથી. આ નિર્ણયથી BJP પાર્ટી એટલી નારાજ છે કે, તે CM નીતિશ કુમાર પાસે માંગ કરી રહી છે કે, હવે CM નીતીશ કુમારે બિહારને ઈસ્લામિક રાજ્ય બનાવવાની જાહેરાત પણ સાથે સાથે કરી દેવી જોઈએ.

હકીકતમાં, આ સમગ્ર મામલો બિહાર સરકારે બહાર પડેલા રજાઓના પરિપત્ર સાથે જોડાયેલો છે. બિહાર સરકારે હવે જુમ્માના દિવસે એટલે કે શુક્રવારને ઉર્દૂ શાળાઓમાં સાપ્તાહિક રજા જાહેર કરી છે, એટલે કે, બિહારના જે વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી વધુ છે, એટલે કે તેઓ બહુમતી છે, ત્યાં હવે જુમ્માના દિવસે એટલે કે શુક્રવારે સાપ્તાહિક રજા રહેશે. બિહાર સંભવતઃ દેશનું પ્રથમ રાજ્ય હશે જ્યાં શુક્રવારે મુસ્લિમો માટે સરકારી સાપ્તાહિક રજા જાહેર કરવામાં આવી છે.

આ નિર્ણયમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, આ આદેશ માત્ર ઉર્દૂ શાળાઓ કે મક્તબો માટે જ નથી, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આવેલી કોઈપણ સરકારી શાળામાં હવે રવિવારના બદલે શુક્રવારની રજા રહેશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ માટે જે તે જિલ્લાના DMની પરવાનગી લેવાની રહેશે. એટલે કે, જો DM સંમતિ આપે તો રવિવારના બદલે કોઈપણ શાળામાં શુક્રવારે રજા જાહેર કરી શકાય છે.

એટલું જ નહીં, શિક્ષણ વિભાગે 2024 માટે સરકારી શાળાઓમાં રજાઓની યાદી પણ બહાર પાડી છે, જેમાં શિક્ષણ વિભાગે 2024માં ઈદ અને બકરીદની રજાઓમાં વધારો કર્યો છે. અગાઉ ઈદ અને બકરીદ પર બે દિવસ રજા હતી. 2024માં, બંને તહેવારો પર શાળાઓ ત્રણ-ત્રણ દિવસ બંધ રહેશે. આ ઉપરાંત મોહરમ પર બે દિવસની રજા રહેશે, શબ-એ-બરાત, ચેહલુમ અને હઝરત મોહમ્મદ સાહેબની જન્મજયંતિ પર એક-એક દિવસ રજા રહેશે. સરકારે જન્માષ્ટમી, રામનવમી, મહાશિવરાત્રી, રાખી, તીજ, જીતિયા જેવા અનેક તહેવારોની રજાઓ નાબૂદ કરી દીધી છે.

આ નિર્ણયથી BJP નારાજ છે. BJPના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર બચૌલનું કહેવું છે કે, અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે, CM નીતીશ કુમાર સરકાર બિહારમાં ગઝવા-એ-હિંદ કાયદો લાવવા માંગે છે અને આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, અમારા આરોપો અને શંકાઓ સાચી છે. તેમણે કહ્યું કે હવે CM નીતીશ કુમારજીએ બિહારને ઈસ્લામિક રાજ્ય પણ જાહેર કરી દેવું જોઈએ. સરકારના આ નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે.

આ મામલો સામે આવ્યા પછી બિહાર સરકારના વરિષ્ઠ મંત્રી અશોક ચૌધરીએ સ્પષ્ટીકરણ આપવું પડ્યું. આ બાબતે સ્પષ્ટતા આપતા ચૌધરી કહે છે કે, મુખ્ય સચિવ અને મંત્રીએ આ નિર્ણય જોયો ન હશે. આ બાબત જનભાવના સાથે જોડાયેલી છે. લાંબા સમયથી રજાઓ આપવામાં આવી રહી છે. રજાઓ રદ કરવાથી લોકોની લાગણી દુભાય છે. રજાઓ રદ કરવા માટે કોઈ વાજબી કારણ નથી. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાય નહીં. તેમણે કહ્યું કે, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આ બાબત CMના ધ્યાને આવતાં જ તેઓ ચોક્કસ દરમિયાનગીરી કરશે. આ નિર્ણય નીચેના બાબુઓના સ્તરે લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp