ધોરણ 5મા નાપાસ થયો છોકરો તો પહોંચ્યો કોર્ટ, કાયદાકીય લડાઈ બાદ છઠ્ઠામાં આવ્યો
દેશની રાજધાની દિલ્હીમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહી એક શાળાએ પાંચમા ધોરણના એક બાળકને નાપાસ કરીને છઠ્ઠા ધોરણમાં મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ 10 વર્ષનો આ છોકરો દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો હતો. અધિકારની આ લડાઈમાં વાલીઓ અને વકીલે પણ તેનો સાથ આપ્યો. અંતે તેણે પોતાનો હક્ક હાંસલ કરી લીધો. આ ઘટના અલકનંદા સ્થિત એક ખાનગી શાળાની છે. 10 વર્ષીય છોકરાએ વર્ષ 2023-24માં પાંચમા ધોરણની પરીક્ષા આપી હતી, પરંતુ શાળાએ પહેલા તો પરિણામ બતાવ્યા વિના માત્ર 15 દિવસની અંદર 6 માર્ચ અને 18 માર્ચે 2 વખત પરીક્ષા લીધી.
પછી નાપાસ કરીને આગલા ધોરણમાં મોકલવાનો ઇનકાર કરી દીધો. વિદ્યાર્થીએ તેની વિરુદ્ધ દિલ્હી હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી. તેણે કહ્યું કે, આ શિક્ષણ અધિનિયમની કલમ 16 (3)નું ઉલ્લંઘન છે. છોકરાના પિતાના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારતા જસ્ટિસ સી. હરિશંકરની બેન્ચે કહ્યું કે, સંતુલનનો એક સિદ્ધાંત બાળકના હકમાં છે. જો તેને પ્રમોટ કરવામાં આવતો નથી તો તેનાથી તેનું શિક્ષણ પ્રભાવિત થાય છે. જેની ભરપાઈ થઈ શકાતી નથી, જ્યારે શાળા તેને છઠ્ઠા ધોરણમાં બેસવા દે છે તો તેનાથી શાળા પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ નહીં પડે.
બાળકે શાળા પર આરોપ લગાવ્યો કે, તેને ખોટી રીતે નાપાસ કરવામાં આવ્યો છે. તેનાથી શિક્ષણ અધિકાર અધિનિયમનું ઉલ્લંઘન થયું છે. દિલ્હી હાઇ કોર્ટે કેસ પર સુનાવણી કરતા કહ્યું કે, ખાનગી શાળા અને શિક્ષણ વિભાગ પાસે 4 અઠવાડિયામાં જવાબ કહ્યું છે. કેસ પર આગામી સુનાવણી 4 જુલાઈએ થશે. કોર્ટમાં અરજી દાખલ કરનાર બાળકનું કહેવું છે કે શાળાએ તેને નાપાસ થવાની જાણકારી ન આપી. એ સિવાય તેને પરીક્ષા માટે 2 મહિનાનો સમય પણ આપવો જોઈતો હતો. જેથી પરીક્ષાની તૈયારી કરી શકે. જો કે, શાળાનું કહેવું હતું કે 2 મહિનાની અંદર ગમે ત્યારે પરીક્ષા લઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp