કેનેડામાં ભણવું થયું વધુ અઘરું! વીઝાને લઈને નવા નિયમ ખૂબ જ સખત, જાણો વિગત

PC: madhyamam.com

કેનેડા સરકારે સ્ટુડન્ટ વીઝા આપવાના નિયમોને સખત કરી દીધા છે. તેની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે, જેમણે ભણવા માટે કેનેડા જવું છે. કેનેડાના ઈમિગ્રેશન મામલાના મંત્રી માર્ક મિલરે આ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર 2024થી શરૂ થતાં શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થી વીઝામાં 35 ટકાની કપાત કરી દીધી છે. વર્ષ 2023માં ત્યાં 5 લાખ 79 હજાર વીઝા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ નવા નિયમો હેઠળ આ સંખ્યા આ વર્ષે 3 લાખ 64 હજાર રહી જશે.

સવાલ એ ઉઠે છે કે, કેનેડા સરકારે વીઝા જાહેર કરવા માટે નિયમ સખત નિયમ કેમ કર્યા છે? તેનું એક કારણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ત્યાં પહોંચવાથી આવી રહેલી સમસ્યાઓ સાથે જોડાયેલું છે. તેની અસર ત્યાંના આવાસ અને બજારો પર દેખાઈ રહી છે. મંત્રી માર્ક મિલરે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે પાબંદી આગામી 2 વર્ષ રહેશે કેમ કે નવા નિયમ 2025માં આવશે. એ સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ (PGWP)માં બદલાવની પણ જાહેરાત કરવામાં આવી છે. PGWP ઇન્ટરનેશનલ વિદ્યાર્થીને કેનેડામાં અભ્યાસ પૂરો કર્યા બાદ કામ કરવાની મંજૂરી આપે છે.

માર્ક મિલરે જાણકારી આપી છે કે સપ્ટેમ્બર 2024માં પાઠ્યક્રમ લાઇસન્સિંગ વ્યવસ્થા (એટલે કે સાર્વજનિક ખાનગી સંસ્થા મોડલ) હેઠળ ભણતા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ (PGWP) જાહેર નહીં કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે, એ સિવાય આગામી અઠવાડિયાઓમાં MA અને ડૉક્ટરેટ કાર્યક્રમો સિવાય ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓના જીવનસાથીઓને વર્ક પરમિટ જાહેર કરવામાં નહીં આવે. કેનેડિયન મીડિયાએ મંત્રી માર્ક મિલર્ન સંદર્ભે કહ્યું કે, ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓના પ્રવેશને સીમિત કરવાની જરૂરિયાત છે જેથી અહીંયા બજાર અને રહેણી કરણી પર ખૂબ વધુ દબાવ ન આવે અને પ્રભાવ ન પડે. મંત્રીએ X પર લખ્યું કે, કેનેડાનું દાયિત્વ છે કે તે એ સુનિશ્ચિત કરે કે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી અહી સારી ઢંગે રહી શકે અને તેની ભલાઈ તરફ પગલાં વધે.

કેનેડા સકારના સ્ટુડન્ટ પરમિટ પર આ નિયમ માત્ર ગ્રેજ્યુએશન પાઠ્યક્રમો માટે છે. MA અને Phd કાર્યક્રમો સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળા સ્તરના પાઠ્યક્રમોને છૂટ આપવામાં આવી છે. એ સિવાય આ નિયમ માત્ર નવા અરજીકર્તાઓને લાગૂ થશે એટલે કે જે પહેલાથી બની રહ્યા છે તેમના માટે આ નિયમ નથી. હવે સવાલ ભારતીય વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે કે પાબંદીઓની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે કે નહીં? ભારત એશિયાથી કેનેડા જનારા દેશોની લિસ્ટમાં ચીન બાદ સૌથી ઉપર છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી ભણવા માટે કેનેડા જાય છે. પંજાબના વિદ્યાર્થીઓ માટે પસંદગીની જગ્યા છે. પંજાબમાં કેનેડા જવાનું, ત્યાં રહેવાનું, ભણવું એક ક્રેઝ તરીકે જોવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp