દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી અચાનક સરકારી સ્કુલમાં પહોંચ્યા,13 શિક્ષકો ગાયબ હતા

PC: indiatv.in

દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી માર્લેના શુક્રવારે જહાંગીરપુરી G બ્લોકમાં આવેલી Municipal Corporation of Delhi (MCD0ની શાળામાં અચાનક પહોંચી ગયા હતા. શિક્ષણ મંત્રીએ પોતે ટ્વીટ કરીને શાળાની હાલત અને શિક્ષકોની લાપરવાહીની વાત કરી છે. જ્યારે શિક્ષણ મંત્રી શાળાએ પહોંચ્યા તો 15માંથી 13 શિક્ષકો ગાયબ હતા શાળાના આચાર્ય પણ હાજર નહોતા.

આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાએ શુક્રવારે જહાંગીરપુરી જી-બ્લોકમાં આવેલી MCD શાળાનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. શિક્ષણ મંત્રીએ કહ્યુ છે કે આ સમયગાળા દરમિયાન શાળા શરૂ થઈ હોવા છતાં, શાળાના ઈન્ચાર્જ સહિત 15માંથી 13 શિક્ષકોની શાળામાં પધરામણી નહોતી થઇ. શાળામાં ચારે બાજુ ગંદકી હતી. શાળાના વર્ગોની દિવાલો અને ફ્લોર ધૂળથી ભરેલા હતા. શૌચાલયોની હાલત બદતર હતી.

શિક્ષણ મંત્રીએ જોયું કે નગર પાલિકાની આ શાળામાં બાળકો માટે બેંચ હોવા છતા તેમને નીચે બેસીને ભણાવવમાં આવી રહ્યા હતા. શિક્ષણ મંત્રી આતિશી શાળાની બદતર હાલત, ગંદકી અને બાળકોની સુવિધાથી એટલા બધા નારાજ થયા હતા કે તેમણે કડક શબ્દોમાં DDEને સૂચના આપીને કહ્યું હતું કે, લાપરવાહી કરનારા શાળાના બધા શિક્ષકો અને શાળાના પ્રમુખ સામે સખત કાર્યવાહી કરવામાં આવે.

દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ DDEને ચેતવણી પણ આપી હતી કે, હું જિલ્લાની કોઈપણ એક MCD શાળામાં એક સપ્તાહની અંદર ફરીથી ઓચિંતી તપાસ હાથ ધરીશ,જો એક સપ્તાહની અંદર તેમની હેઠળની તમામ શાળાઓમાં સ્વચ્છતા અને શિક્ષકોના મોડા આવવાની સમસ્યાઓ દુર કરવામાં નહીં આવે તો DDE સામે પણ એક્શન લેવાશે.

શિક્ષણ મંત્રી આતિશીએ ક્હયું છે કે જ્યારે પોતે શાળા પર પહોંચ્યા તો ગેટ પર કોઇ નહોતું, 15 શિક્ષકોમાંથી માત્ર 2 શિક્ષકો જ હાજર હતા.શાળામાં ચારેબાજુ ગંદકી ફેલાયેલી હતી. શાળા શરૂ થયાના લાંબા સમય પછી શિક્ષક મહાશયો શાળામાં આવવાના શરૂ થયા હતા. જેમાં શાળાના આચાર્ય પણ સામેલ હતા. આ બધા લેટ લતિફોને શિક્ષણ મંત્રીએ આડેહાથે લીધા હતા. શાળાનું રજિસ્ટડર્ડ ચેક કરતા ખબર પડી કે 2 શિક્ષક આચાર્યની મંજૂરી વગર જ રજા પર હતા.

શિક્ષણ મંત્રીએ સાથે સાથે ભાજપ પર પણ નિશાન સાધી લીધુ હતું તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, આ શાળા, તેની ખરાબ હાલત અને અહીંનું વાતાવરણ ભાજપના 15 વર્ષના કુશાસનને કારણે છે. ભાજપ માટે શિક્ષણ ક્યારેય પ્રાથમિકતા નથી રહ્યું પરંતુ હવે અમારી સરકારમાં આ બધું સહન કરવામાં આવશે નહીં.

તેમણે સાથે ચેતવણી પણ આપી હતી કે શિક્ષણ માટે અમારી ઝીરો ટોરલન્સ નીતિ છે. એટલે જે શિક્ષકો અત્યાર સુધી ચરી ખાતા હતા, લાપરવાહી કરતા હતા તે સુધરી જાય અને પોતાની જવાબદારી પુરી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp