IAS અધિકારી હોવા છતા દંપતિએ તેમના પુત્રનું એડમિશન આંગણવાડીમાં કરાવ્યું
એક IAS અધિકારી દંપત્તિ અત્યારે સાદગી માટે દેશભરમાં ચર્ચામાં છે. એડમિનિસ્ટ્રેશનમાં ઉચ્ચ પદે હોવા છતા આ દંપતિએ તેમના પુત્રનું એડમિશન એક આંગણવાડીમાં કરાવ્યું છે.સામાન્ય રીતે IAS બન્યા પછી અધિકારીઓનો રૂઆબ વધી જતો હોય છે અને એક હાઇ-ફાઇ જીવન જીવતા હોય છે. તેમના સંતાનો પ્રતિષ્ઠીત ખાનગી શાળાઓમાં અથવા તો વિદેશોમાં ભણતા હોય છે. પરંતુ આ દંપતિએ તેમના બાળકને આંગણવાડીમાં ભણાવવાનું નક્કી કર્યું.
આ IAS દંપતિનું નામ છે નીતિન ભદૌરીયા અને તેમના પત્નીનું નામ સ્વાતિ શ્રીવાસ્તવ ભદૌરીયા છે. નીતીન 2011ની બેચના IAS ઓફીસર છે.જ્યારે સ્વાતિ 2012ની બેચના અધિકારી છે. સ્વાતિનું 2011માં સિલેકશન એક નંબરની કમીને કારણે અટકી ગયું હતું. પરંતુ 2012માં તેમણે 74મો રેંક મેળવ્યો હતો અને છત્તીસગઢની કેડરના IAS બન્યા હતા.
હવે આ દંપતિએ તેમના પુત્રનું એડમિશન કોઇ હાઇ ફાઇ ખાનગી સ્કુલમાં લેવાને બદલે આંગણવાડીમાં પ્રવેશ મેળવીને સાદગીની મિશાલ રજૂ કરી છે.
IAS બન્યા પછી સ્વાતિ અને નીતિને લગ્ન કર્યા હતા. લગ્ન પછી સ્વાતિએ છત્તીસગઢ કેડરમાંથી ઉત્તરાખંડ કેડરમાં ટ્રાન્સફર લઇ લીધી હતી. વર્ષ 2016માં નીતિન ભદૌરીયા પિથૌરાગઢના કલેક્ટર બન્યા હતા, પરંતુ તે સમયે સ્વાતિ ગર્ભવતી હોવાને કારણે નીતિન ભદૌરીયાએ કલેક્ટર તરીકેનું પદ છોડી દીધું હતું. જો કે નસીબે તેમને સાથ આપ્યો અને વર્ષ 2018માં પતિ-પત્ની બંને DM બન્યા. સ્વાતિ ચમૌલીમાંથી DM બન્યા તો નીતિન અલ્મોડા જિલ્લાના DM બન્યા.
સ્વાતિ તેમની ઉચ્ચ વિચારસરણી માટે જાણીતા છે, તેમણે જરૂરિયાતમંદ અને સામાન્ય લોકો માટે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ ખાસ પ્રોજેક્ટ છે બચપન (બાળકોની પ્રગતિ અને પોષણ માટે વધુ સારી આંગણવાડી). તેમણે પંચ બદ્રી પ્રસાદમ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો જે હેઠળ ત્યાંના લોકો સરકારી વ્યવસ્થા હેઠળ તુલસી, સ્થાનિક હર્બલ ધૂપ, અખરોટ, આમળાના લાડુ, સરસ્વતી અને કૈલાશ માનસરોવરનું પાણી તૈયાર કરે છે. સ્વાતિના પ્રોજેક્ટને કારણે સ્થાનિક લોકો માટે આવકનું સાધન ઉભું થયું છે અને લોકોના જીવન ધોરણમાં પણ ખાસ્સો સુધારો આવ્યો છે.
સ્વાતિ ભદોરિયાએ સરકારી આંતર કોલેજોમાં સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા ફ્રી કોચિંગ ક્લાસ પણ તેમની પહેલનું પરિણામ છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રવિવારના બજારો અને બાગાયત આઉટલેટ્સનો વિકાસ તેમની ઉત્ક્રાંતિ વિચારસરણીનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp