બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ડમી શિક્ષકે ચેક કરેલી,19 વર્ષ પછી કોર્ટે 3ને સજા કરી

PC: divyabhaskar.co.in

બોર્ડની પરીક્ષાઓની નકલો તપાસવામાં ઘણી વખત ફરિયાદો અને બેદરકારીના કિસ્સાઓ ચર્ચામાં આવે છે. 2004માં અમદાવાદની એક કોર્ટે ડમી શિક્ષકોની બોર્ડની પરીક્ષાની નકલો ચકાસવા અંગે કડક વલણ અપનાવ્યું હતું. આ સમગ્ર મામલે લાંબી સુનાવણી બાદ કોર્ટે ત્રણ લોકોને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.  બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને માતા પિતા ભારે મહેનત કરતા હોય છે, એવા સંજોગોમાં એવી વાત સામે આવે કે બોર્ડની પરીક્ષાના પેપર એવી વ્યકિતએ તપાસ્યા છે જે શિક્ષક જ નથી, તો વિદ્યાર્થીઓની શું દશા થાય? કોર્ટે કહ્યું આવી વાતોને કોઇ પણ સંજોગોમાં હળવાશથી ન લઇ શકાય.

ગુજરાતના અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ડમી ટીચર પાસે પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના કેસમાં 3 લોકોને 3 વર્ષની સજાનો ચુકાદો આવ્યો છે. કોર્ટે પોતાની ટીપ્પણીમાં કહ્યું કે, વિદ્યાર્થીઓની ઉત્તરવહી જે શિક્ષક જ નથી એવા ગેર શિક્ષક પાસે ચેક કરાવવી એ શિક્ષણ તંત્ર પર ધબ્બા સમાન છે. કોર્ટે 19 વર્ષ જૂના કેસમાં આરોપીઓ પ્રત્યે કોઇ પણ જાતની નરમાશનો ઇન્કાર કરી ને કહ્યું કે, આવો કેસોને હળવાશમાં લઇ શકાય નહીં.

આ કેસ અમદાવાદના હીરાવાડીમાં આવેલી હોલી ચાઇલ્ડ સ્કુલ સાથે જોડાયેલો છે. વર્ષ 2004માં ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યૂકેશન બોર્ડે હોલી ચાઇલ્ડ શાળાની નિયમિત શિક્ષક આશા પંડિતને 12મા ધોરણની હિંદીની ઉત્તરવહીઓ તપાસવા માટે આપી હતી. પરંતુ આશા પંડિતે  ઉત્તરવહીઓ સુરેખા રાયને તપાસવા આપી જે શિક્ષક હતી જ નહીં. મતલબ 12મા ધોરણની હિંદીની ઉત્તરવહી એ વ્યકિતએ તપાસી જે શિક્ષક છે જ નહીં.

જ્યારે બોર્ડના અધિકારીઓના આ વિશેના માહિતી મળી તો અધિકારીઓએ ડમી શિક્ષક, શાળાના ટ્રસ્ટી અને વાઇસ પ્રિન્સીપાલની સામે છેતરપિડંની કેસ દાખલ કર્યો હતો. આ કેસ 2014માં દાખલ થયેલો અને 19 વર્ષ પછી 2023માં ચુકાદો આવ્યો છે. કોર્ટે ડમી શિક્ષક, શાળાના ટ્ર્સ્ટી અને વાઇસ પ્રિન્સીપાલને 3 વર્ષની સજા કરવાનો ચુકાદો આપ્યો છે.

કોર્ટમાં આ કેસ સંબંધિત તમામ પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા. સજાની જાહેરાત પહેલાં આરોપીઓમાંના એક મહિલા કે જેમની ઉંમર 78 વર્ષ પર પહોંચી છે તેમને માફી આપવાની કે  નરમાશ વર્તવાની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.વી. ચૌહાણે 14 દસ્તાવેજો અને એફએસએલ રિપોર્ટ સાથે 10 સાક્ષીઓની નોંધ લીધા બાદ ચુકાદો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે આવી બાબતોને હળવાશથી ન લઈ શકાય, બલ્કે આવા મામલામાં દાખલો બેસાડવો જરૂરી છે, જેથી અન્ય લોકો તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp