શિક્ષણ મંત્રીએ બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આપ્યા, હવે પરીક્ષા....
નવી શિક્ષણ નીતિ (New Eduacation Policy) હેઠળ, તાજેતરમાં બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ઓગસ્ટમાં, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP) ના અનુરૂપ શાળા શિક્ષણ માટે એક નવો અભ્યાસક્રમ માળખું શરૂ કર્યું હતું. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત રહેશે નહીં.
શિક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ પાસે એન્જિનીયરીંગ એન્ટ્રન્સ ટેસ્ટ જેમ વર્ષમાં બે (વર્ગ 10 અને 12 બોર્ડ) માટે બેસવાનો વિકલ્પ હશે. તેઓ શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકે છે. પરંતુ તે સંપૂર્ણપણે વૈકલ્પિક હશે, તે ફરજિયાત નહીં હોય. કારણ કે વિદ્યાર્થીઓ વારંવાર તેઓ એવું વિચારીને ટેન્શનમાં માં આવે છે કે તેમનું વર્ષ વેડફાઈ ગયું, તેમની તક ચાલી ગઈ અથવા તેઓ વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. એટલા માટે માત્ર એક વખત તક મળવાને કારણે ઉભા થતા તણાવને ઓછો કરવા માટે વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.
તેમણે આગળ કહ્યુ કે, જો કોઇ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે તે પુરી રીતે તૈયાર છે અને પરીક્ષાના પહેલા સેટના સ્કોરથી સંતુષ્ટ છે, તો તે બીજી પરીક્ષામાં સામેલ ન થવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. કઇ પણ ફરજિયાત નહીં હશે.
ઓગસ્ટમાં શિક્ષણ મંત્રાલય દ્રારા જાહેરાત કરવામાં આવેલા નવા અભ્યાસ ક્રમ (NCF) મુજબ, બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવશે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે વિદ્યાર્થીઓની પાસે સારું પ્રદર્શન કરવા માટે પુરતો સમય અને અવસર હોય જેથી તેની પાસે સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવી રાખવાનો વિકલ્પ મળે. શિક્ષણ મંત્રીએ કહ્યુ કે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવાના યોજના પર તેમને વિદ્યાર્થીઓ પાસેથી હકારાત્મક પ્રતિસાદો મળ્યા છે.
તેમણે કહ્યુ કે ન્યુ કરિકુલમ ફ્રેમવર્ક(NCF)ની જાહેરાત પછી હું ઘણા વિદ્યાર્થીઓને મળ્યો હતો. તેમણે આની પ્રસંશા કરી છે અને તેઓ ખુશ છે. અમે કોશિશ કરી રહ્યા છે કે વર્ષ 2024થી વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાનું આયોજન કરવમાં આવે.
ન્યુ કરિકુલમ ફ્રેમવર્કથી આ બદલાવ થશે.
બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સ્કોર કરવાની મંજૂરી આપવામાં આવશે
ધોરણ 11, 12માં વિષયોની પસંદગી માત્ર સ્ટ્રીમ પુરતી મર્યાદિત રહેશે નહીં, વિદ્યાર્થીઓને પસંદગીમાં સુગમતા મળશે.
2024 શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવશે.
વર્ગખંડમાં પાઠ્યપુસ્તકોને 'કવર' કરવાની વર્તમાન પ્રથાથી બચી શકાશે.
પાઠ્યપુસ્તકોની કિંમત પર વિચાર કરવામાં આવશે
શાળા બોર્ડ યોગ્ય સમયે 'ઓન ડિમાન્ડ' પરીક્ષાઓ આપવાની ક્ષમતા વિકસાવશે
નવા NCF મુજબ નવા સત્રથી પાઠ્યપુસ્તકો શરૂ કરવામાં આવશે. NEP 2020 એ શાળા શિક્ષણ માટે ભલામણ કરેલા 5+3+3+4 'અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર' માળખાના આધારે શિક્ષણ મંત્રાલયે ચાર રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) તૈયાર કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp