નવરાત્રીમાં આ વખતે દિલ ખોલીને ઝૂમી શકાશે: સરકારે આ આપી ગિફ્ટ

PC: gandhinagarportal.com

નવરાત્રી 2018મા ગુજરાત સરકાર તરફથી ખેલૈયાઓને મોટી ગિફ્ટ મળી છે. આ ગિફ્ટ એવી છે કે ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઊઠશે. આવી ગિફ્ટ 1995મા ગુજરાતની જનતાને મળી હતી.

આ ગિફ્ટ એવી છે કે ગુજરાતની તમામ સ્કૂલો અને કોલેજોમાં નવરાત્રીના નવ દિવસ સુધી વિદ્યાર્થીઓએ જવાનું નથી એટલે કે સરકાર નવ દિવસની રજા આપવા માગે છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે સરકાર અનેક પ્રોત્સાહનો ગુજરાતની જનતાને આપી રહી છે તેવામાં આ ગિફ્ટથી યંગસ્ટરને ભાજપ તરફ ખેંચવાનો પ્રયાસ હોય શકે છે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવરાત્રી 2018 દરમિયાન નવ દિવસ ગુજરાતની તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા રહેશે. આવો પ્રયોગ કેશુભાઈ પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી નલિન ભટ્ટે કર્યો હતો. 1995મા જ્યારે ભાજપની સરકાર આવી હતી ત્યારે નલિન ભટ્ટે નવરાત્રીના નવ દિવસ સુધી સ્કૂલો તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓને ફરજિયાત રજા આપી હતી, કારણ કે મોડી રાત સુધી ગરબામાં ઘૂમેલા યુવક અને યુવતિ બીજા દિવસે સ્કૂલ કે કોલેજ જઈ શકતા ન હતા.

ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારમાં દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવેએ જાહેરાત કરી હતી કે, નવરાત્રી દરમિયાન ગરબાપ્રેમીઓને વેકેશન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp