આ કોઈ શીપ નહીં પણ સરકારી સ્કૂલ છે, આ જગ્યાએ શરૂ થયું ક્રિએટિવ એજ્યુકેશન

PC: bhaskar.com

પહેલી નજરે આ ફોટો જોઈને એમ થાય કે, કોઈ શાળાના વિદ્યાર્થીઓ ક્રુઝની મુલાકાતે ગયા હશે. પણ રાજસ્થાનના અલવરમાં વિદ્યાર્થીઓ આ એજ્યુકેશન ક્રુઝમાં અભ્યાસ કરવા માટે આવે છે. સમગ્ર શાળાની ઈમારત એક શીપના આકારમાં તૈયાર કરવામાં આવી છે. 3D પેઈન્ટ અને કલર્સના લાઈવ સ્ટ્રોકથી એવું લાગે જાણે દરિયામાં કુઝ તરી રહી છે. હકીકતમાં આ રાજસ્થાનના અલવરના હલ્દીનામાં આવેલી એક સરકારી શાળા છે. એજ્યુકેશન એક્સપ્રેસના માધ્યમથી સમગ્ર દેશમાં શિક્ષણની એક છાપ ઊભી કરવા માટે અલવરના નવાચાર વિસ્તારમાં એક શીપના આકારમાં શાળા ઊભી કરવામાં આવી છે.

રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય હલ્દીનામાં તૈયાર થયેલા આ જહાંજમાં સ્માર્ટ ક્લાસને જોવા માટે આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો મુલાકાતે આવે છે. જ્યારે બાળકો પણ આવા ક્લાસમાં બેસવા માટે ઉત્સાહ ધરાવે છે. અહીંના વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં શીપ કે ક્રુઝ પુસ્તકમાં જ નિહાળી હતી. પરંતુ, શાળાની ઈમારત જ શીપ આકારની થતા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં પણ વધારો થયો છે. શાળાની આ ડીઝાઈન સમસાના JEN રાજેશ લવાનિયાએ તૈયાર કરી હતી. તેણે સહગલ ફાઉન્ડેશનની મદદથી આ સ્કૂલને નવા રંગરૂપ આપ્યા છે. શાળાના આચાર્ય બનવારીલાલ જાટે જણાવ્યું હતું કે, અહીં ધો.6થી12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

સમગ્ર શાળા સંકુલમાં 400 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યા મેળવે છે. સહગલ ફાઉન્ડેશનના મહિપાલસિંહે જણાવ્યું હતું કે, સ્કૂલના રિનોવેશનમાં રૂ.40 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. જ્યારે ગામ વાસીઓએ રૂ.2 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ફાઉન્ડેશ જુદા જુદા વિસ્તારની 42 સ્કૂલની કાયાપલટ કરી ચૂક્યા છે. અહીં ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્માર્ટ ક્લાસ છે. જેમાં 55 ઈંચની LEDની સામે 40 બાળકો એક સાથે બેસી શકે છે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર એક એક્ટિવિટી રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ક્રુઝ ટેરેસ તૈયાર કરાયો છે. ત્યાં ઊભા રહીને જોતા એવું લાગે જાણે દરિયામાં કોઈ ક્રુઝના ટોપ ફ્લોર પર છીએ. ઈમારતની દિવાલ પર એજ્યુકેશનક્રુઝ લખવામાં આવ્યું છે જ્યારે ઈન્ડિયન નેવીનો લોકો પણ અંકિત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp