સરકાર વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે પ્રતિબદ્ધઃ મંત્રી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ રૂ.256 લાખના ખર્ચે તૈયાર થનાર સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અદ્યતન બિલ્ડીંગમાં પરિસરમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી કોમ્પ્યુટર લેબ,લાઈબ્રેરી,કોન્ફરન્સ હોલ તથા પાંચ વર્ગ ખંડનું નિર્માણ કરવામાં આવશે.
સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ ઘર આંગણે જ મળી રહે તે માટે પ્રતિબધ્ધ છે ત્યારે તળાજા મુખ્ય મથકે રૂ.૨.૫૬ કરોડના ખર્ચે સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ થશે જેથી આવનાર સમયમાં તળાજાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ધો. 11 અને 12ના સાયન્સ પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહેશે તેમ જણાવી શિક્ષણ એ સમાજના ઘડતરનો અગત્યનો પાયો છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ શાળાના શિક્ષણની સાથે-સાથે ટેક્નોલોજીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યાં છે.
તેમણે ઉમેર્યું કે,ગુજરાતના પનોતા પુત્ર અને દેશના PM નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટીના પરિણામે આજે ગુજરાતની સાથે દેશે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે.
જ્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે ગ્રાહકની બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાનાં અધ્યક્ષસ્થાને 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ 'માતૃવન વૃક્ષારોપણ'નો કાર્યક્રમ યોજાયો હતો.
માતૃવન વૃક્ષારોપણ' કાર્યક્રમ સમારોહમાં મંત્રી નિમુબેન બાંભણીયાએ કહ્યું કે, દેશના PM નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની સાથે સમગ્ર દેશને હરિયાળું બનાવવા 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે આપણે સહુએ તળાજાની ભૂમિમાં સામૂહિક પ્રયાસો થકી વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરીએ. ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં જ્યાં પણ જગ્યા હોય તેવી તમામ જગ્યાઓએ દરેક વ્યક્તિને અવશ્ય વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરવું જોઈએ તેમ કહી તેમણે સમગ્ર ભાવનગર જિલ્લાને હરિયાળું બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp