26th January selfie contest

10% આર્થિક અનામતને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય

PC: DNA India

રૂપાણી સરકારે મોટો નિર્ણય કરતા મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2019થી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10% અનામતનો લાભ આપવાની જાહેરાત કરી દીધી છે. રૂપાણી સરકારની આ જાહેરાત બાદ રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10% અનામતનો લાભ અપાશે.

અહિંયા એ નિર્દેશ કરવો જરૂરી છે કે 14-1-2019 પહેલા જે-જે ભરતી પ્રક્રિયામાં લેખિત-મૌખિક પરીક્ષા તેમજ કમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલિમિનરી પરીક્ષા થઇ ગઈ છે, તેને આ અનામતનો લાભ મળશે નહીં. ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે.

આ 10% અનામત SC, ST અને OBC ને મળવાપાત્ર 49% ઉપરાંતની રહેશે. મુખ્યમંત્રીએ કેન્દ્રની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે બિનઅનામત વર્ગોને 10% અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય ગણ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp