રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ અંકલેશ્વર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી
અંકલેશ્વર ખાતે આવેલી રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શનિવારે શાળામાં ગુરુપૂર્ણિમાનું ઉત્સાહપૂર્વક આયોજન થયું. જેમાં મુખ્ય મહેમાન તરીકે નીમા દીદી અને અતુલ દેસાઈ, શાળાના એમ.ડી. અનિલ ઠાકોર, એડમિનિસ્ટ્રેટર પ્રિતેશ પટેલ, આચાર્ય કુસુમા જોશી, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત થયા. ગુરુપૂર્ણિમા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ ગુરુવંદના માટે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ જોડાયા. ત્યારબાદ વિધાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સંસ્કૃત, ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં સમજાવ્યું. ધોરણ- 1 થી 9ના વિદ્યાર્થીઓ ક્રમશઃ સમૂહ ગીત, સુવિચાર, શ્વોક, કવિતા, ભારતના પ્રખ્યાત ગુરુઓની પ્રખ્યાત પંક્તિ, ક્વિઝ, નાટક, દોહા આમ અનોખી રજૂઆત દ્વારા ગુરુપૂર્ણિમા કાર્યક્રમની અદભુત ઉજવણી કરવામાં આવી.
આ ઉપરાંત બાળભવનના નાના ભૂલકાઓ ગૌરીવ્રત નિમિત્તે મિસ ગોરમા તેમજ મિ. કેશરિયો વેશભૂષામાં આવ્યા હતાં અને અદભુત આનંદ માણ્યો હતો. બાળકોમાં વિવિધ કલાઓ વિકસે એ માટે સહ અભ્યાસિક પ્રવૃતિઓ જેવી કે ચિત્ર સ્પર્ધા આર્ટ અને ક્રાફ્ટ, કાર્ડ મેકિંગ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp