આ કૉલેજમાં હેલમેટ પહેરીને ભણે છે વિદ્યાર્થી, કારણ જાણીને ચોકી જશો
ભારતના ઘણા પ્રકારની કૉલેજ તમને નજરે પડશે. લોકો પ્લેસમેન્ટ અને કૉલેજની સુવિધાઓના આધાર પર તેમાં એડમિશન લે છે. ઘણા લોકો સરકારી કૉલેજમાં ભણવાનું પ્રેફર કરે છે. તેમાં ફીસ ઓછી થાય છે અને તેની ડિગ્રીની વેલ્યૂ વધારે હોય છે. તો પ્રાઇવેટ કૉલેજ શાનદાર સુવિધાઓ તો આપે છે, પરંતુ સાથે જ મોટી ફીસ પણ વસૂલે છે, પરંતુ ઝારખંડના જમશેદપુરની માનગો કે. વર્કર્સ કૉલેજની સ્થિતિ કંઈક અલગ છે. આ વર્કર કૉલેજમાં ભણનારા વિદ્યાર્થી હેલમેટ પહેરીને ક્લાસમાં બેસે છે.
જો તમને લાગી રહ્યું છે કે આ કોઈ યુનિક ડ્રેસ કોડ છે તો તમે ખોટા છો. આ સ્ટુડન્ટ્સના હેલમેટ પહેરવા પાછળ એક ખાસ કારણ છે. આ વિદ્યાર્થીઓ ક્લાસમાં હેલમેટ પહેરીને ભણતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડયા પર શેર કરવામાં આવ્યો છે. જ્યાંથી એ વાયરલ થઈ ગયો છે. આવો તમને જણાવી દઇએ કે, આખરે આ વિદ્યાર્થીઓને હેલમેટ પહેરવાની જરૂરિયાત કેમ પડી. ક્લાસમાં હેલમેટ પહેરીને બેઠા આ વિદ્યાર્થી ખૂબ મજબૂર છે. આ કૉલેજની ઇમારત ખૂબ જૂની થઈ ચૂકી છે.
તેની અવસ્થા એટલી જર્જરિત છે કે, છત ગમે ત્યારે પડી શકે છે. એવામાં વિદ્યાર્થી પોતાની સુરક્ષા માટે ક્લાસની અંદર હેલમેટ પહેરીને બેસે છે. કેટલાક વિદ્યાર્થિઓ ઉપર છતનો હિસ્સો પડી ચૂક્યો છે. આ કારણે વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો ક્લાસ ભરવા હોય તો તેમની પાસે આ જ વિકલ્પ બચે છે. જ્યારે આ વીડિયો વાયરલ થયા બાદ કૉલેજના પ્રિન્સિપાલ સાથે વાત કરવામાં આવી, તો તેમણે પણ લાચારી દેખાડી. કૉલેજના પ્રિન્સિપાલ એસ.પી. મહાલીક મુજબ, ઇમારત બન્યાના 70 કરતા વધુ વર્ષ થઈ ચૂક્યા છે.
તેમણે ઘણી વખત તેની જર્જરિત સ્થિતિ બાબતે ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. એવામાં તેમની પાસે અભ્યાસને આ જ સ્થિતિમાં ચાલુ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. થોડા દિવસ અગાઉ પણ એક ક્લાસ રૂપની છતનું પ્લાસ્ટર તૂટીને પડી ગયું હતું. સંયોગથી એ સમયે કોઈ વિદ્યાર્થી રૂમમાં નહોતા. આજસૂ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠને જર્જરિત ભવનના સમારકામની માગને લઈને આંદોલન છેડી દીધું છે. સંગઠને કહ્યું છે કે તેમનું ધરણા પ્રદર્શન ભવન બનવા સુધી ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp