વકીઓએ જેમનો જજ બનવા માટે વિરોધ કરેલો એ જસ્ટિસ વિક્ટોરિયા ગૌરી જાણો કોણ છે, હવે..
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મંગળવારે મદ્રાસ હાઈકોર્ટના પાંચ વધારાના ન્યાયાધીશોને કાયમી ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી હતી. અગાઉ, મદ્રાસ હાઈકોર્ટ કોલેજિયમે 29 એપ્રિલ 2024ના રોજ સર્વસંમતિથી આ ન્યાયાધીશોને કાયમી કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ ભલામણને CM અને રાજ્યપાલે મંજૂરી આપી હતી અને ત્યારપછી સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશની સલાહ લઈને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જસ્ટિસ વિક્ટોરિયા ગૌરીએ સરકારી લો કોલેજ, મદુરાઈમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે મધર ટેરેસા વિમેન્સ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. મીડિયા અહેવાલો અનુસાર, ગૌરી તેમના કોલેજકાળથી જ BJPમાં જોડાયા હતા, હાલમાં તેમણે BJPના તમામ પદો પરથી રાજીનામું આપવાનું સ્વીકાર્યું છે. તેમણે 1995માં એડવોકેટ તરીકે નોંધણી કરી અને 1997માં કન્યાકુમારીમાં તેમની પોતાની પેઢી, V-વિક્ટરી લીગલ એસોસિએટ્સ શરૂ કરી.
જે ન્યાયાધીશોને કાયમી કરવામાં આવ્યા છે તેમાં ત્રણ મહિલા ન્યાયાધીશો, જસ્ટિસ L.C. વિક્ટોરિયા ગૌરી, જસ્ટિસ રામચંદ્રન કલામથી અને જસ્ટિસ K. ગોવિંદરાજન થીલકાવડી. આ સિવાય જસ્ટિસ P.B. બાલાજી અને જસ્ટિસ K.K. રામકૃષ્ણન પણ આ લિસ્ટમાં છે. મહિલા ન્યાયાધીશોમાંથી એક જસ્ટિસ L.C. વિક્ટોરિયા ગૌરી અગાઉ પણ સમાચારોમાં રહી ચુક્યા છે. હકીકતમાં, વર્ષ 2023માં જ્યારે વિક્ટોરિયા ગૌરીને મદ્રાસ હાઈકોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેમનો ઉગ્ર વિરોધ થયો હતો.
ગૌરીને જજ બનાવવાના નિર્ણયનો મદ્રાસ હાઈકોર્ટના 21 વકીલોએ વિરોધ કર્યો હતો. વકીલોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા સોંપવામાં આવેલી ફાઇલ પરત કરવાની અપીલ કરી હતી, જેમાં વિક્ટોરિયા ગૌરીની નિમણૂકની ભલામણ કરવામાં આવી હતી. વકીલોએ દાવો કર્યો હતો કે વિક્ટોરિયા ગૌરી BJPના નેતા છે. એટલું જ નહીં વકીલોએ વિક્ટોરિયા ગૌરીના કેટલાક નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે કથિત રીતે લઘુમતી સમુદાયો વિરુદ્ધ હતા. વકીલોએ આરોપ લગાવ્યો હતો કે, ગૌરીના વિચારો અને ધાર્મિક કટ્ટરતા તેને હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે અયોગ્ય બનાવે છે.
હકીકતમાં, વિક્ટોરિયા ગૌરી પાસે વકીલાતનો 21 વર્ષનો અનુભવ છે. તમિલનાડુના નાગરકોઈલમાં 1973માં જન્મેલી ગૌરીએ આ અંગે મીડિયા સૂત્રો સાથે વાત પણ કરી છે. 22 જાન્યુઆરીએ મીડિયા સૂત્રો સાથે વાત કરતા ગૌરીએ કહ્યું હતું કે, તેણે જૂન 2020માં BJPના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ બન્યા પછી તેમને પાર્ટીના તમામ પદો અને સભ્યપદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કેટલાક અહેવાલો અનુસાર, ગૌરીના ટ્વિટર પ્રોફાઇલ પર ચોકીદાર વિક્ટોરિયા ગૌરી લખાયેલું છે. જોકે, ગૌરીનું એકાઉન્ટ હવે એક્ટિવ નથી.
વિરોધમાં, વકીલોએ RSS દ્વારા હોસ્ટ કરવામાં આવેલી યુટ્યુબ ચેનલ પર ગૌરીના બે ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ માટે વધુ ખતરો? જેહાદ કે ખ્રિસ્તી મિશનરીઓ? નામનો વિષય ચર્ચાયો હતો. આ 27 ફેબ્રુઆરી, 2018ના રોજ YouTube પર અપલોડ કરવામાં આવ્યું હતું. જેમાં ગૌરીએ ખ્રિસ્તીઓ વિરુદ્ધ ચોંકાવનારી વાત કહી હતી. તેમજ ઈસ્લામને ગ્રીન ટેરર તરીકે વર્ણવવામાં આવ્યો હતો. જ્યારે, ખ્રિસ્તી ધર્મને સફેદ આતંક તરીકે વર્ણવવામાં આવ્યો હતો.
ઈન્ટરવ્યુમાં ગૌરી કહે છે, 'વૈશ્વિક રીતે, હું ઈસ્લામિક જૂથ કરતાં ખ્રિસ્તી જૂથને ઓછું ખતરનાક માનું છું. પરંતુ જ્યાં સુધી ભારતનો સંબંધ છે, હું કહેવા માંગુ છું કે, ઇસ્લામિક જૂથો કરતાં ખ્રિસ્તી જૂથો વધુ ખતરનાક છે. ધર્મ પરિવર્તનના કિસ્સામાં, ખાસ કરીને લવ જેહાદ, બંને સમાન રીતે જોખમી છે. જ્યાં સુધી તેઓ એકબીજાને પ્રેમ કરે ત્યાં સુધી હિન્દુ છોકરો મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરે અથવા હિન્દુ છોકરી મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરે તેમાં મને કોઈ વાંધો નથી. પરંતુ જો હું મારી પુત્રી વિશે વાત કરું અથવા હું મારી પુત્રીને સીરિયન આતંકવાદી કેમ્પમાં જોઉં, તો મને વાંધો છે, અને આને હું લવ જેહાદ તરીકે વ્યાખ્યાયિત કરું છું. બીજા ઈન્ટરવ્યુમાં પણ વિક્ટોરિયા ગૌરીએ ઈસાઈ મિશનરીઓ પર નિશાન સાધ્યું છે. જેમાં અપ્રિય ભાષણ ફેલાવવાની અને સાંપ્રદાયિક વિખવાદ/હિંસા ભડકાવવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp