પરીક્ષામાં વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં લખ્યો ડાયલોગ- પુષ્પા..અપુન લિખેગા નહીં

PC: tv9hindi.com

લોકોના મગજમાંથી અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નો ખુમાર હજુ સુધી ઉતરવાનો નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મ જ્યારથી રીલિઝ થઈ છે ત્યારથી તેના ગીતો અને ડાયલોગ્સે લોકોના દિલ અને દિમાગ પર એવો જાદુ કર્યો છે કે દરેક વ્યક્તિ આ ફિલ્મના ગીતો અને ડાયલોગ્સ પર રીલ્સ બનાવી રહી છે અને સોશિયલ મીડિયા પર તેને શેર કરી રહી છે. ત્યાં સુધી કે, લગ્ન હોય કે પાર્ટી દરેક જગ્યાએ લોકો શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ, ક્યારે આ મામલો અસલ દુનિયામાં આવી ગયો તેની જાણ જ ના થઈ. અહીં સુધી તો બધુ બરાબર હતું પરંતુ, હાલમાં જ વિદ્યાર્થીએ કંઈક એવુ કર્યું છે જેનાથી તમારું પણ મગજ કામ કરતું બંધ થઈ જશે. બાળકે પોતાના ઉત્તરવહીમાં લખી દીધુ- પુષ્પા, પુષ્પ રાજ... અપુન લિખેગા નહીં.

‘પુષ્પા’ ફિલ્મનો ફીવર યંગસ્ટર્સ પર એટલો સવાર છે કે, પશ્વિમ બંગાળના એક  વિદ્યાર્થીએ તો હદ કરી દીધી. આ મામલા રીલ્સથી વાસ્તવિક દુનિયામાં ત્યારે આવી ગયો જ્યારે એ વિદ્યાર્થીએ ફિલ્મનો ડાયલોગ પોતાની ઉત્તરવહીમાં લખી દીધો. આખી ઉત્તરવહીમાં એક વિદ્યાર્થીએ- મેં ઝુકેગા નહીંને મેચ થતો ડાયલોગ લખી દીધો. તેણે લખ્યું, પુષ્પા, પુષ્પરાજ.. અપુન લિખેગા નહીં. આ વાત ત્યારે સામે આવી જ્યારે પેપર્સની તપાસ કરવામાં આવી રહી હતી. ફિલ્મનો ડાયલોગ જોઈને તેને તપાસનારી શિક્ષિકા પણ ચકિત રહી ગઈ અને તેમણે આ ઘટના અંગે પોતાના સુપરવાઈઝરને રિપોર્ટ કરી દીધો.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ આન્સરશીરના ફોટાને મજાકના રૂપમાં શેર કરી રહ્યા છે, ઘણા અન્ય લોકોએ ભવિષ્યને બરબાદ કરવા માટે વિદ્યાર્થીની ટીકા કરી છે. 

દરેક વ્યક્તિ આ બાળકની હરકતથી ચકિત છે. અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નો ખુમાર એટલી હદે છવાયો છે કે, લોકો પોતાના વાસ્તવિક જીવનમાં પણ તેના ડાયલોગ્સ ફોલો કરી રહ્યા છે. જેમા બાળકો કંઈક વધારે પડતા જ આગળ નીકળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમા તમે જોશો તો તમને જણાશે કે મોટાભાગના વીડિયો નાના બાળકોના જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp