જાણો ઈતિહાસમાં 14 માર્ચનું મહત્વ...

PC: Wikimedia.org

આજના દિવસે એટલે કે 14 માર્ચ 1879માં આલબર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ જર્મનીમાં થયો હતો. આલબર્ટ આઈંન્સ્ટાઈનને આધુનિક ભૌતિક વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આઈન્સ્ટાઈન ચાર વર્ષની ઉંમર સુધી સારી રીતે બોલી શકતા ન હતા, પરંતુ આગળ ચાલીને તેઓ 20મી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક બન્યા હતા.

 

14 માર્ચ 1931માં ભારતની પહેલી બોલતી ફિલ્મ આવી હતી.તે સમયે રેકોર્ડીંગ માટે સાઉન્ડપ્રૂફ રૂમ્સ ન હતા તેથી ફિલ્મ મોટા ભાગે નાઈટમાં શુટ થતી હતી. આ ફિલ્મમાં જે ગીતો હતા તેને ભારતીય સિનેમાના પ્રથમ ગીતો કહેવાય છે પરંતુ હાલમાં આલમ આરાની માત્ર એક જ પ્રિન્ટ ઉપલબ્ધ છે.

 

14 માર્ચ 1901માં સૈમ બ્રાઉન બેલ્ટના ડીઝાઇનર સેમ્યુઅલ ઝેમ્સનૂં નિધન થયું હતું. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો. તેઓ બ્રિટીશ ઈન્ડીયન આર્મીના સૈન્ય અધિકારી હતા. હાલ સૈમ બ્રાઉન બેલ્ટ ઘણા દેશની સેના અને પોલીસના યુનિફોર્મનો એક હિસ્સો બની ગયા છે.

 

14 માર્ચને પાઈ(π)-ડે તરીકે મનાવવામાં આવે છે.પાઈ એ એક ગણિતિક સંજ્ઞા છે, જેની કિમત 3.14159 જેટલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp