મદરેસાને મળતા ફંડને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

PC: lalluram.com

સુપ્રીમ કોર્ટે સોમવારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ની ભલામણો પર સ્ટે લગાવી દીધો હતો. આ નિર્ણય પછી સરકાર દ્વારા દેશભરના મદરેસાઓને આપવામાં આવતું ફંડિંગ પણ ચાલુ રહેશે. NCPCRએ શિક્ષણ અધિકાર અધિનિયમનું પાલન ન કરવા બદલ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ અને સહાયિત મદરેસાઓમાંથી ભંડોળ રોકવાની માંગ કરી હતી. આજે SCએ માન્ય ન હોય તેવા મદરેસાના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં મોકલવા અંગે NCPCRની ભલામણને પણ ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડ, જસ્ટિસ JB પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આજે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ખંડપીઠે મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદના વકીલની દલીલો સાંભળી, જેમાં કહ્યું હતું કે NCPCR અને કેટલાક રાજ્યોની કાર્યવાહીને રોકવાની જરૂર છે.

મુસ્લિમ સંગઠને ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા સરકારના નિર્દેશને પડકાર્યો છે કે, માન્યતા ન ધરાવતા મદરેસાઓના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે, આ વર્ષે 7 જૂન અને 25 જૂનના રોજ બહાર પડાયેલા NCPCR ભલામણો પર કોઈ પગલાં લેવા જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, આના કારણે રાજ્યોના આદેશો પણ સ્થગિત રહેશે. કોર્ટે મુસ્લિમ સંગઠનને ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા અને અન્ય રાજ્યોને પણ તેની અરજીમાં પક્ષકાર બનાવવાની મંજૂરી આપી હતી.

NCPCRના પ્રમુખ પ્રિયંક કાનુન્ગોએ તાજેતરમાં કહ્યું હતું કે, તેમણે ક્યારેય મદરેસાઓ બંધ કરવા માટે કહ્યું નથી. તેના બદલે, તેમણે આ સંસ્થાઓને સરકારી ભંડોળ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી કારણ કે આ સંસ્થાઓ ગરીબ મુસ્લિમ બાળકોને શિક્ષણથી વંચિત કરી રહી હતી. કાનુન્ગોએ જણાવ્યું હતું કે, ગરીબ પૃષ્ઠભૂમિના મુસ્લિમ બાળકો પર વારંવાર બિનસાંપ્રદાયિક શિક્ષણને બદલે ધાર્મિક શિક્ષણ મેળવવા માટે દબાણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, તેઓ તમામ બાળકો માટે શિક્ષણની સમાન તકોની હિમાયત કરે છે. હકીકતમાં, NCPCRએ તાજેતરના અહેવાલમાં મદરેસાઓની કામગીરી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. જો કે, SP પ્રમુખ અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓએ આ અહેવાલ પર તીખી પ્રતિક્રિયા આપી હતી. શાસક BJP પર લઘુમતી સંસ્થાઓને પસંદગીપૂર્વક નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp