મહિન્દ્રાએ પોસ્ટ કરી પૂછ્યું, UPSC-IIT JEE,કંઈ પરીક્ષા અઘરી,યુઝર્સમાં ચર્ચા ચાલુ

PC: saamtv.esakal.com

IIT JEE અને UPSC સિવિલ સર્વિસ પરીક્ષા એ દેશની બે મોટી પરીક્ષાઓ છે. આમાં UPSC મુશ્કેલ હોય કે IIT JEE, બંને પરીક્ષા આપનાર જ આનો જવાબ આપી શકે છે. જ્યારે બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાના મનમાં આ પ્રશ્ન આવ્યો ત્યારે તેણે X પર એક પોસ્ટ શેર કરી. હકીકતમાં, આનંદ મહિન્દ્રાએ મનોજ શર્મા અને શ્રદ્ધા જોશીના જીવન પર આધારિત ફિલ્મ '12મી ફેલ' જોઈ હતી અને તેણે X પર યુઝર્સને પૂછ્યું હતું કે, UPSC vs IIT JEE વચ્ચે કઈ પરીક્ષા અઘરી છે.

જો કે, ત્યાર પછી તેમણે બીજી પોસ્ટ શેર કરી અને લખ્યું કે, એક IIT ગ્રેજ્યુએટ જેણે બંને પરીક્ષા આપી હતી તેણે તેને કહ્યું કે UPSC IIT કરતાં ઘણી અઘરી છે. મહિન્દ્રાએ તેના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર વર્લ્ડ ટોપ ટફ પરીક્ષાઓની યાદી પણ બહાર પાડી છે.

યાદીમાં, ભારતમાંથી, IITને નંબર 2 જ્યારે UPSCને 3 નંબર પર સ્થાન આપવામાં આવ્યું હતું. યાદી અનુસાર ચીનની 'ગાઓકાઓ પરીક્ષા' વિશ્વની સૌથી અઘરી પરીક્ષા છે. આનંદ મહિન્દ્રાની પોસ્ટ પછી X પર યુઝર્સમાં ચર્ચા છેડાઈ છે. કેટલાક કહે છે કે IIT JEE અઘરું છે, કેટલાક કહે છે UPSC, જોકે બધા તેમના સમર્થનમાં દલીલો પણ આપી રહ્યા છે.

 

અહીં તમને જણાવી દઈએ કે, ઉદ્યોગપતિએ એમ પણ કહ્યું કે, વર્લ્ડ રેન્કિંગ બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે, જો આ સામાન્ય ધારણા છે, તો આ સ્થિતિમાં આ રેન્કિંગ બદલવાની જરૂર છે.

મહિન્દ્રાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, નાગપુર સિટી પોલીસ DCP અર્ચિત ચાંડકે કહ્યું કે, તેણે બંને પરીક્ષાઓ આપી હતી અને UPSC CSE ક્રેક કરવું 'વધુ' મુશ્કેલ છે. DGPએ UPSC ક્લીયર કરવું મુશ્કેલ હોવાના પાંચ કારણો પણ દર્શાવ્યા છે. તેણે કહ્યું, 'UPSCમાં બહુ ઓછી સીટો છે, જ્યારે IITમાં 1000થી વધુ રેન્ક પર તમને IITમાં સરળતાથી સીટ મળી જશે. પરીક્ષાની પેટર્ન અને ફોર્મેટ હંમેશા બદલાય છે. પરીક્ષાની વિષયવસ્તુ, જાતે અભ્યાસ, મોટા અભ્યાસક્રમ અને વર્તમાન ઘટનાઓ આ પરીક્ષાને બનાવે છે.

અન્ય એક યુઝરે લખ્યું, 'મારા એક સંબંધીએ પહેલા પ્રયાસમાં IIT ક્લીયર કર્યું અને ચોથા પ્રયાસમાં UPSC ક્રેક કર્યું. તે હંમેશા કહે છે કે UPSC તમામ પરીક્ષાઓની માતા છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp