16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું ટ્યુશન બંધ, આદેશ ન માનવા પર આટલો દંડ

PC: zeebiz.com

શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશ મુજબ, કોચિંગ સંસ્થા 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને અહી દાખલ નહીં કરી શકે અને સારા માર્ક્સ કે રેંક અપાવવાની ગેરંટી જેવા ભ્રામક વાયદા પણ નહીં કરી શકે. કોચિંગ સંસ્થાને વિનિયમિત કરવા માટે દિશા નિર્દેશ એક કાયદાકીય ઢાંચાની આવશ્યકતાને પૂરી કરવા અને ખોટી રીતે ખાનગી કોચિંગ સંસ્થાઓના વધારાને રોકવા માટે છે. મંત્રાલયે આ દિશા-નિર્દેશ વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કેસો, આગની ઘટનાઓ, કોચિંગ સંસ્થાઓના સુવિધાઓની કમી સાથે સાથે તેમના દ્વારા અપનાવાતી શિક્ષણ પદ્ધતિઓ બાબતે સરકારને મળેલી ફરિયાદો બાદ તૈયાર કરવામાં આવ્યા છે.

 દિશા-નિર્દેશમાં શું શું કહેવામાં આવ્યું છે?

 દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, 'કોઈ પણ કોચિંગ સંસ્થા સ્નાતકથી ઓછી યોગ્યતાવાળા શિક્ષકોની નિમણૂક નહીં કરે. કોચિંગ સંસ્થા વિદ્યાર્થીઓના નામાંકન માટે માતા-પિતાને ભ્રામક વાયદા કે રેન્ક કે સારા માર્ક્સની ગેરંટી નહીં આપી શકે છે. સંસ્થા 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓનું નામાંકન નહીં કરી શકે. વિદ્યાર્થીઓનું કોચિંગ સંસ્થામાં નામાંકન માધ્યમિક શાળાની પરીક્ષા બાદ જ થવું જોઈએ.

દિશા નિર્દેશ મુજબ કોચિંગ સંસ્થા કોચિંગની ગુણવત્તા કે તેમાં અપાતી સુવિધાઓ કે એવી કોચિંગ સંસ્થા કે તેમની સંસ્થામાં ભણતા વિદ્યાર્થી દ્વારા પ્રાપ્ત પરિણામ બાબતે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કોઈ પણ દાવાને લઈને કોઈ ભ્રામક જાહેરાત પ્રકાશિત નહીં કરી શકે કે પ્રકાશિત નહીં કરાવી શકે કે પ્રકાશનમાં ભાગ નહીં લઈ શકે. કોચિંગ સંસ્થા કોઈ પણ શિક્ષક કે એવા વ્યક્તિની સેવાઓ નહીં લઈ શકે, જે નૈતિક કદાચાર સાથે જોડાયેલા કોઈ પણ ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યો હોય. કોઈ પણ સંસ્થા ત્યાં સુધી રજિસ્ટર્ડ નહીં થાય જ્યાં સુધી તેની પાસે આ દિશા નિર્દેશો મુજબ પરામર્શ પ્રણાલી ન હોય.

દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, કોચિંગ સંસ્થાઓની વેબસાઇટ હશે, જેમાં ભણાવતા શિક્ષકો (ટ્યૂટર્સ)ની યોગ્યતા, પાઠ્યક્રમ/પાઠ્ય સામગ્રી, પૂરું થવાની અવધિ, વિદ્યાર્થીઓની સુવિધાઓ અને લેવાતી ફીસનું અદ્યતન વિવરણ હશે. વિદ્યાર્થીઓ પર સખત પ્રતિસ્પર્ધા અને શૈક્ષણિક દબાવના કારણે કોચિંગ સંસ્થાઓએ તેના તણાવથી બચવા માટે પગલાં ઉઠાવવા જોઈએ અને તેમના પર અનાવશ્યક દબાવ નાખ્યા વિના ક્લાસ સંચાલિત કરવા જોઈએ.  કોચિંગ સંસ્થાઓએ સંકટ અને તણાવપૂર્ણ સ્થિતિઓમાં વિદ્યાર્થીઓને નિરંતર સહાયતા પ્રદાન કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ માટે એક તંત્ર સ્થાપિત કરવું જોઈએ.

સક્ષમ અધિકારી એ સુનિશ્ચિત કરવા માટે પગલું ઉઠાવી શકે છે કે કોચિંગ સંસ્થા દ્વારા એક પરામર્શ પ્રણાલી વિકસિત કરવામાં આવે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સરળતાથી ઉપલબ્ધ થાય. દિશા નિર્દેશો વિદ્યાર્થીઓના માનસિક કલ્યાણને લઈને વિસ્તૃત રૂપરેખા ગયા વર્ષે કોટામાં રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા કરવાની ઘટના બાદ આવ્યા. દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું કે વિભિન્ન પાઠ્યક્રમોનો ચાર્જ પારદર્શી અને તાર્કિક હોવો જોઈએ અને વસૂલાતા ચાર્જની રસીદ આપવી જોઈએ.

તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો વિદ્યાર્થી વચ્ચે જ પાઠ્યક્રમ છોડે છે તો બચેલી અવધિની ફીસ આપી દેવી જોઈએ. નીતિને સશક્ત બનાવતા કેન્દ્રએ સૂચન આપ્યું કે કોચિંગ સંસ્થાઓ પર દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર એક લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવો જોઈએ કે અત્યાધિક ચાર્જ વસૂલવા પર તેનું રજીસ્ટ્રેશન રદ્દ કરી કરી દેવું જોઈએ. કોચિંગ સંસ્થાઓની ઉચિત દેખરેખ માટે સરકારે દિશા-નિર્દેશના પ્રભાવી થવાના 3 મહિનાની અંદર નવા અને હાલની કોચિંગ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરવાનો પ્રસ્તાવ કર્યો છે. દિશા નિર્દેશો મુજબ રાજ્ય સરકાર કોચિંગ સંસ્થાની ગતિવિધિઓની દેખરેખ માટે જવાબદાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp