જુડવા બહેનોએ CA ફાઇનલમાં કર્યું ટોપ, પિતા, ભાઈ-ભાભી બધા છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

PC: indiatoday.in

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI)એ મંગળવારે CA ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ નવેમ્બર 2023 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. CA ફાઇનલ પરીક્ષામાં મુંબઈની 22 વર્ષીય જુડવા બહેનોએ કમાલ કર્યું છે. સંસ્કૃતિ અને શ્રુતિ અતુલ પારોલિતાએ ક્રમશઃ ઓલ ઈન્ડિયા રેન્ક-2 અને 8 સાથે CA ફાઇનલ પરીક્ષા પાસ કરી છે. બીજી રેન્ક હાંસલ કરનારી સંસ્કૃતિએ CA ફાઇનલ નવેમ્બર 2023માં 599 માર્ક્સ (74.88 ટકા) હાંસલ કર્યા છે. તે ગ્રુપ I અને ગ્રુપ IIમાં બને બહેનોનો પહેલો પ્રયાસ હતો.

સંસ્કૃતિ અને શ્રુતિ એક CA પરિવારમાંથી આવે છે. તેમના પિતા, ભાઈ અને ભાભી બધા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. મીડિયા સાથે વાત કરતા બંને બહેનોએ કહ્યું કે, શાળા દરમિયાન જ તેમને એ વાતનો અનુભવ થઈ ગયો હતો કે તેઓ પોતાના પિતાના માર્ગે ચાલવા માગે છે. પછી તેમના ભાઈએ પણ પિતાની પરંપરાને આગળ વધારી છે. સંસ્કૃતિ અને શ્રુતિ કહે છે કે અમે રોજ એક સાથે અભ્યાસ કર્યો.

દરેક વિષય અને દરેક ટૉપિક. તેનાથી અમને ખૂબ મદદ મળી. જ્યાં તે ફસાતી તેમની બહેન શંકાઓ દૂર કરવા માટે ઉપસ્થિત રહેતી હતી. આ સૌથી મોટો સપોર્ટ એટલે પણ હતો કેમ કે તે સમજતી હતી કે મેં કંઇ સ્થિતિથી પસાર થઈ રહી છું. બંને બહેનોએ વર્ષ 2019માં કોરોના મહામારી આવવાથી થોડા મહિના અગાઉ જ તૈયારી શરૂ કરી હતી. જેના કારણે તેમણે ઓફલાઇન સાથે ઓનલાઇન ક્લાસીસ પણ કરી.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, બંને બહેનોએ જણાવ્યું કે, ઓફલાઇન ક્લાસીસે તેમણે અનુશાસીત કર્યા. જો કે, ઓનલાઇન ક્લાસીસ તેમને વધુ સુવિધાજનક લાગતી હતી. ઓફલાઇન ક્લાસિસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ હોય છે કેમ કે શિક્ષક તમારી સામે હોય છે, પરંતુ ઓનલાઇન ક્લાસિસમાં રેકોર્ડ કરવામાં આવેલા લેકચર વીડિયો પછી પણ જોઈ શકાય છે. સંસ્કૃતિ અને શ્રુતિએ જણાવ્યું કે તેમને પોતાની ટીચર પાસે ભલે જ નોટ્સ મળ્યા હતા, પરંતુ ICAI દ્વારા આપવામાં આવેલા સ્ટડી મટિરિયલ પર વધુ ભરોસો કર્યો. તેમનું માનવું છે કે, પ્રત્યેક CA સ્ટુડન્ટે ICAIનું સ્ટડી મટિરિયલ વાંચવું અને તેનું રિવિઝન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp