ગુજરાતમાં મદરેસાના વિદ્યાર્થીઓએ હવે ફરજિયાત આ શિક્ષણ મેળવવું પડશે

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે મદરેસાના આધુનિકરણ માટે મોટું પગલું ઉઠાવ્યું છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મદરેસામાં અભ્યાસ કરતા 7000 વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે અને આવું કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે દેશના રાજ્યોને એક સરક્યુલર મોકલીને પુછ્યું હતું કે, નોન હિંદુ બાળકો કેવી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે? ગુજરાતના શિક્ષણ વિભાગે કમિશનને કહ્યુ હતું કે, ગુજરાતમાં મદરેસા બોર્ડ જેવું કઇ નથી. ગુજરાત સરકારે 7000 બાળકોને શિક્ષણ આપવા માટે મેપિંગ કર્યું હતું. જેમાં એ જાણવાની કોશિશ થઇ હતી કે મદરેસાનું સંચાલન કોણ કરી રહ્યું છે? પગાર અને આવકનો સોર્સ શું છે? મદરેસાના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવીને શાળાકીય શિક્ષણ રાજ્ય સરકાર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp