નણંદ સાસરે જતી રહી તો તેની જગ્યાએ ભાભી સરકારી શાળામાં કરવા લાગી નોકરી, પછી..

PC: navbharattimes.indiatimes.com

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જિલ્લાની એક સરકારી શાળામાં પ્રવાસી શિક્ષિકા નણંદની જગ્યાએ ભાભી નોકરી કરતી હતી. ઘટના સામે આવ્યા બાદ હવે શિક્ષણ વિભાગના અધિકારી તપાસનું આશ્વાસન આપી રહ્યા છે. આ આખી ઘટના જનપદ શિક્ષણ કેન્દ્ર સિહાવલ હેઠળ આવતા સંકૂલ કેન્દ્ર હટવા ખાસની પ્રાથમિક શાળા ખાડી મુસ્લિમ વસતીની છે. પ્રવાસી શિક્ષિકાના રૂપમાં માત્ર કાગળોમાં સોનમ સોની નોકરી કરી રહી હતી. જ્યારે શાળામાં બાળકોને ભણાવવા તેની ભાભી શુભી સોની જતી હતી.

જાણકારી મળી કે, અસલી પ્રવાસી શિક્ષિકા સોનમ સોની પોતાના પતિ સાથે સાસરિયામાં રહે છે. ઘટના સામે આવ્યા બાદ હવે જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરવાની વાત કહી રહ્યા છે. સીધી જિલ્લા શિક્ષણ અધિકારી પ્રેમલાલ મિશ્રાએ જણાવ્યું કે, ઘટના મીડિયાના કારણે સામે આવ્યો છે. આ ઘટનામાં સંકૂલ પ્રાચાર્ય પાસે તપાસ કરાવવામાં આવશે. જે પણ દોષી વ્યક્તિ હશે, તેની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આરોપ એવો પણ છે કે શાળાના હેડમાસ્ટર પ્રવાસી શિક્ષક સોનમ સોનીના પગારમાંથી 50 ટકાની રકમ લે છે અને અડધો સોનમને મળી જાય છે.

આ કારણે આ સરકારી પ્રાથમિક માધ્યમિક શાળામાં જુગાડથી કામ ચાલી રહ્યું છે. આટલી મોટી છેતરપિંડી સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ સવાલોના ઘેરામાં છે. તો શાળાના હેડમાસ્ટર આ આખા મામલે જવાબ આપતો બચતો નજરે પડ્યો. તો આ મામલે શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પહેલા સોનમ મેડમ આવતી હતી, પરંતુ હવે નથી આવતી. તેની જગ્યાએ તેની ભાભી શુભી સોની ભણાવવા આવી જાય છે. આ અગાઉ મધ્ય પ્રદેશના શિવપુરીથી એક આ જ પ્રકારની ઘટના સામે આવી હતી.

ઘટના કંઈક એવી હતી. તપાસકર્તાઓની સજાગતાએ 10માં ધોરણની બોર્ડ પરીક્ષા આપનાર એક નકલી પરીક્ષાર્થીને દબોચ્યો હતો. શંકા જતા નિરીક્ષકોએ પરીક્ષા આપી રહેલા સગીરની પૂછપરછ કરી તો આખો મામલો સામે આવ્યો. કહેવામાં આવ્યું કે, નકલી પરીક્ષાર્થી પોતે 10 ફેઇલ છે અને પોતાના મિત્રની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા કેન્દ્રમાં બેઠા પરીક્ષાર્થીના ચહેરા અને દસ્તાવેજો પર ચોંટાડેલો ફોટો ન મળતા નિરીક્ષકોને શંકા ગઈ. જ્યારે તેને લઈને સવાલ કરવામાં આવ્યા તો પહેલા નકલી પરીક્ષાર્થીએ આત્મવિશ્વાસ સાથે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે એ ફોટો તેનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp