બાબરીનું ચેપ્ટર પુસ્તકોમાંથી કેમ હટાવાયું? NCERTના ડિરેક્ટરે આપ્યો જવાબ

PC: etvbharat.com

દેશની ટોપ શિક્ષણ સંસ્થા NCERTના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ પોતાના પુસ્તકોમાં કરવામાં આવેલા હાલના બદલાવોને લઈને નિવેદન આપ્યું છે. પુસ્તકોના બદલાવોને લઈને ઉઠેલા વિવાદો વચ્ચે NCERTના ડિરેક્ટરે કહ્યું કે, ધૃણા અને હિંસા શિક્ષણના વિષય નથી અને શાળાના પુસ્તકોમાં તેના પર ધ્યાન ન આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, NCERTના પુસ્તકોમાં બાબરી મસ્જિદ વિધ્વંસ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વવાળી રામ રથ યાત્રાના સંદર્ભોને હટાવી દેવામાં આવ્યા છે.

NCERTના પુસ્તકોમાં કરવામાં આવેલા બદલાવોને ધ્યાનમાં લઈને ઘણા સવાલ પણ ઉઠ્યા. એવા આરોપ પણ લાગ્યા કે શાળાના બાળકોનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે બોલતા NCERTના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું કે, પાઠ્યક્રમનું ભગવાકરણ કરવાનો કોઈ પ્રયાસ નથી, પાઠ્યપુસ્તકોમાં બધા પરિવર્તન સાક્ષી અને તથ્યો પર આધારિત છે. NCERTના પુસ્તકોમાં બાબરી મસ્જિદ વિધ્વંસ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વવાળી રામરથ યાત્રાના સંદર્ભોને હટાવવાના સવાલ પર સકલાનીએ કહ્યું કે, આપણે વિદ્યાર્થીઓને દંગાઓ બાબતે કેમ ભણાવવા જોઈએ.

તેમણે આગળ કહ્યું કે, અમારું ઉદ્દેશ્ય બાળકોને હિંસક, અવસાદગ્રસ્ત નાગરિક બનાવવાનું નથી.  પાઠ્યપુસ્તકોમાં સંશોધન એક વૈશ્વિક પ્રથા છે, એ શિક્ષણના હિતમાં છે. પુસ્તકોમાં બદલાવ બાબતે જોડતા સકલાની કહે છે કે જો કોઈ વસ્તુ અપ્રાસંગિક થઈ જાય છે તો તેને બદલવામાં જ આવે છે. ગુજરાત દંગાઓ સાથે સંબંધિત સંદર્ભોને હટાવવા પર NCERTના ડિરેક્ટરે કહ્યું કે, ધૃણા અને હિંસ શાળામાં ભણાવવાનો વિષય નથી. પાઠ્યપુસ્તકોમાં તેના પર ભાર ન આપવો જોઇએ. શાળાઓમાં ઇતિહાસ તથ્યોથી અવગત કરાવવા માટે ભણાવવમાં આવે છે ન કે તેને યુદ્ધનું મેદાન બનાવવા માટે. એ સિવાય પાઠ્યપુસ્તકોમાં સંશોધન વિષય વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવે છે. હું પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતો નથી.

અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દસ મહારાજે NCERTના પુસ્તકોમાં થયેલા બદલાવો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, NCERTના 12માં ધોરણના રાજનીતિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકમાં અયોધ્યા આંદોલન સાથે જોડાયેલી ઘટનાઓને હટાવવાથી અસંતુષ્ટ છે. બાબરી મસ્જિદ મુદ્દાને લઈને નવા પાઠ્યપુસ્તકમાં કેટલીક કમીઓ છે. મુખ્ય પૂજારીએ NCERTને કહ્યું કે, એ ન બતાવવામાં આવ્યું કે, 6 ડિસેમ્બર 1992ના રોજ ત્રણ ગુંબજવાળી સંરચનને કેવી રીતે હટાવવામાં આવી હતી. તેઓ તો માત્ર 9 નવેમ્બર 2019થી આ મુદ્દાને બતાવવાનું શરૂ કરે છે, જ્યારે અયોધ્યા પર નિર્ણય આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp