NCERTએ 10માંથી લોકતંત્ર અને વિવિધતા, લોકતંત્રના પડકારો જેવા ચેપ્ટર હટાવી દીધા

PC: ncert

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યૂકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ 10ના પુસ્તકોમાંથી કેટલાક ચેપ્ટર હટાવી દીધા છે. આ ચેપટર્સ લોકતંત્ર અને રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા હતા. 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનના ડેમિક્રેટિક પોલિટિક્સ બુક-2માંથી ચેપ્ટરો હટાવવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આ ચેપ્ટરોના નામ લોકતંત્ર અને વિવિધતા, રાજનૈતિક પાર્ટીઓ અને લોકતંત્રના પડકારો છે. એ સિવાય NCERTએ ધોરણ 10ના વિજ્ઞાનના પુસ્તકમાંથી પિરિયોડિવ ટેબલ પણ હટાવી દીધા છે.

NCERTના પુસ્તકોમાંથી અલગ અલગ ચેપ્ટર્સ હટાવવા પર વિવાદ છેડાઈ ગયો છે. કેટલાક જાણકારોનું કહેવું છે કે, આ પગલાંનો વિરોધ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન, NCERTએ વિદ્યાર્થીઓના ભારને ઓછો કરવા માટે અલગ અલગ ચેપ્ટર્સ હટાવી દીધા હતા. હવે તેને સ્થાયી રીતે હટાવવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અને શિક્ષકોએ ધોરણ 10ના પાઠ્યક્રમમાંથી મહત્ત્વપૂર્ણ ચેપ્ટર હટાવવાના દીર્ઘકાલીન પ્રભાવ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. NCERT દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે એક સંશોધિત પાઠ્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 6-12 સુધીના 30 ટકા પાઠ્યક્રમને હટાવી દેવામાં આવ્યો હતો.

હવે તેને સ્થાયી કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2014થી NCERTએ 3 પાઠ્યક્રમ સંશોધન કર્યા છે. વર્ષ 2017, વર્ષ 2019 અને વર્ષ 2021માં. આ અગાઉ એપ્રિલમાં NCERTએ ધોરણ 9 અને 10ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાંથી ચાર્લ્સ ડાર્વિનના વિકાસના સિદ્ધાંતને હટાવવાનો પણ નિર્ણય લીધો હતો. ત્યારે ખૂબ વિવાદ થયો હતો. તો મહાત્મા ગાંધીની હત્યા અને સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણ મંત્રી, મૌલાના અબુલ કલામ આઝાદના સંદર્ભોને ધોરણ 11ના રાજનીતિ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાંથી હટાવી દેવા દરમિયાન પણ ખૂબ હોબાળો થયો હતો.

એ સિવાય NCERT પાઠ્યપુસ્તકોમાંથી અલગ અલગ સ્તરો પર મુઘલ ઇતિહાસના સંદર્ભને પણ નાનો કરી દેવામાં આવ્યો છે. હાલમાં જ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ની આપત્તિઓ બાદ NCERTએ 12માં ધોરણનાના રાજનીતિ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી એક અલગ સિખ રાષ્ટ્ર ખાલિસ્તાનની માગના સંદર્ભને હટાવી દીધો હતો. SGPCએ ગયા મહિને આરોપ લગાવ્યો હતો કે, NCERTએ પોતાના 12મા ધોરણના રાજનીતિ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં સિખો બાબતે ઐતિહાસિક જાણકારી ખોટી રીતે રજૂ કરી છે. SGPCની આપત્તિ પુસ્તક ‘સ્વતંત્રતા સુધી ભારતમાં રાજનીતિ’માં અનંદપુર સાહિબ પ્રસ્તાવના ઉલ્લેખ સાથે સંબંધિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp