2 વિષયોમાં 12 ફેઇલ, NEETમાં 705 માર્ક્સ? વાયરલ માર્કશીટ પર NTAએ આપ્યો જવાબ

PC: thehindu.com

દેશભરમાં NEET પર મચેલા હોબાળાની અસર સોશિયલ મીડિયા પર પણ અસર જોવા મળી રહી છે. આ દરમિયાન ગત દિવસોથી એક વિદ્યાર્થિનીની 12માની માર્કશીટ વાયરલ થઈ રહી છે. આ વિદ્યાર્થિનીની માર્કશીટ સાથે દાવો કરવામાં આવી રહી છે કે તેણે NEETમાં તો 705 માર્ક મેળવી લીધા, પરંતુ 12માં ધોરણમાં ફિજિક્સ અને કેમેસ્ટ્રીમાં નાપાસ છે. સોશિયલ મીડિયા પર બધા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર સવાલ ઉઠાવી રહ્યા હતા કે, જે વિદ્યાર્થિની 12 નાપાસ હોય, તે NEET જેવી ટફ પરીક્ષામાં એટલા સારા માર્ક્સ કેવી રીતે લાવી શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ માર્કશીટને લઈને હવે NTAનું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. NTAએ કહ્યું કે, જો ઉમેદવારે 12 પાસ કર્યું નથી, તો એ એડમિશન લેવા પત્ર નહીં હોય. પાત્રતાની શરત એ જ છે કે ઉમેદવાર પાસે 12 પાસની માર્કશીટ હોવી જોઈએ. બુધવારે NTAએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર મેડિકલ વિદ્યાર્થીઓના ઘણા સવાલોના જવાબ આપ્યા, જેમાં ગ્રેસ માર્ક્સ, OMR શીટ, NEET પરીક્ષા, પરિણામ વગેરે સાથે જોડાયેલા સવાલોના જવાબ લખ્યા છે.

એ સિવાય NTAએ એક વિદ્યાર્થિની આંચલ પાલના માર્ક ઘટાડવાનો વાયરલ વીડિયો પર પણ પોતાનો પક્ષ રાખ્યો છે. તેના પર NTAનું કહેવું છે કે આંચલ પાલનો એક વીડિયો, જેમાં તે દાવો કરી રહી છે કે તેના માર્ક્સ ઓછા કરી દેવામાં આવ્યા છે. તેના માટે NTAએ કહ્યું કે, માર્કસ/ સ્કોર કાર્ડ/ જવાબ સંબંધિત વિસંગતિઓના સંબંધમાં OMR આન્સર સહિતના માર્ક્સમાં કોઈ પરિવર્તન નહીં કરી શકાય. આ નંબર પર મશીન દ્વારા વર્ગીકૃત કરી શકાય છે.

NTAએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો કે, તેઓ માત્ર NTAની સત્તાવાર વેબસાઇટ પર જ ભરોસો કરે એટલે કે https://exams.nta.ac.in/NEET પર જઈને પોતાનો સ્કોર કાર્ડ ડાઉનલોડ કરે. એ સિવાય સંબંધિત ઉત્તર કુંજી અને OMR આન્સરનો ઉલ્લેખ કરી શકો છો. આ શીટ પહેલા જ તેમના રજિસ્ટર્ડ E-mail ID પર મોકલી દેવામાં આવી છે. એ સિવાય કોઈ પણ પ્રકારની સમસ્યાને લઈને NTAને E-mail કરીને સંબોધિત કરી શકાય છે. વિદ્યાર્થી પોતાનું નામ/ રોલ નંબર/ જેવા પૂર્ણ અને યોગ્ય વિવરણ NTAને મોકલે. અરજી નંબર જરૂર મોકલો, જેથી NTA મામલાને પોતાની સાથે ખરાઈ કરી શકે.

NEET પરીક્ષાને લઈને NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનો વરસાદ થઈ ગયો છે. રોડથી લઈને સોશિયલ મીડિયા સુધી મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ છે. સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્ક્સ રદ્દ કરી રી-એક્ઝામ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મેહતાની બેંચે કેસની સુનાવણી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp