પહેલા અને બીજા ધોરણમાં નહીં મળશે હોમવર્ક, 5માં ધોરણ સુધી માત્ર 4 જ વિષયો ભણાવાશે
પ્રાઈવેટ સ્કૂલોની મનમાનીને કારણે બેગના બોજાના તળીયે દબાઈ રહેલા વિદ્યાર્થીઓના ખભા પરથી દફતરનો ભાર હળવો કરવા માટે શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. નવા સત્રની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે સ્કૂલોમાં એડમિશન સહિત બુક્સની ખરીદદારી પણ શરૂ થઈ ગઈ છે. તે અગાઉ હવે શિક્ષણ વિભાગે સ્કૂલોમાં બાળકોને ભણાવાતા વિષયો પણ નક્કી કરી દીધા છે.
વિદ્યાર્થીઓના બેગનું વજન નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા વધુ હશે તો તેને માટે સ્કૂલ જવાબદાર ગણાશે. આ ઉપરાંત, કોઈપણ સ્કૂલ વધારાના વિષય શરૂ નહીં કરી શકશે. આ વિષયોની બુક્સ પણ NCRT, NCERTની જ હશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી જિલ્લા મૌલિક શિક્ષણ અધિકારીઓને આ સંદર્ભમાં આદેશ આપી દેવામાં આવ્યા છે. આ આદેશોને જિલ્લા મૌલિક શિક્ષણ અધિકારીઓએ સ્કૂલોમાં લાગુ કરાવવાનો રહેશે.
આ છે શિક્ષણ વિભાગનો નવો નિયમ
સ્કૂલોમાં જતા બાળકોના બેગનું વજન ઓછું કરવા માટે શિક્ષણ વિભાગે 10માં ધોરણ સુધીના ત્રણ માપદંડો નક્કી કર્યા છે. જેના પહેલા નિયમ અનુસાર, પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવશે નહીં. સ્કૂલમાં જ બાળકોને ભણાવવામાં આવશે. તેમજ પહેલા અને બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને માત્ર નક્કી કરવામાં આવેલા વિષયો જ ભણાવવામાં આવશે. જેમાં ભાષા અને ગણિત સામેલ હશે. આ ઉપરાંત, ત્રીજાથી લઈને પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભાષા, EVS અને ગણિત વિષય જ ભણાવવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલ કોઈપણ વધારાના વિષયો ભણાવી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp