પ્રવીણની વાર્તા અદ્ભુત છે, આખી રાત ચોકીદારી કરીને બે સરકારી નોકરી મેળવી

PC: indiatoday.in

હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીના નાઈટ વોચમેને અજાયબી કરી બતાવી છે. હવે તેની પાસે બે સરકારી નોકરીઓ છે. એટલું જ નહીં, એવી પણ શક્યતા છે કે તેમને ત્રીજી નોકરી મેળવવામાં પણ સફળતા મળી શકે છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ વ્યક્તિનું નામ ગોલે પ્રવીણ કુમાર છે. પ્રવીણને સરકારી નોકરી માટેની બે પરીક્ષાઓમાં સફળતા મળી છે. 31 વર્ષીય પ્રવીણને અનુસ્નાતક શિક્ષકની પોસ્ટ માટે નિમણૂક પત્ર મળ્યો છે. જુનિયર લેક્ચરરની અંતિમ યાદીમાં પણ તેમનું નામ આવ્યું છે. તેમને 2 માર્ચે તેમનો નિમણૂક પત્ર મળવાની અપેક્ષા છે. જ્યારે, યુનિવર્સિટીના અધિકારીઓનું માનવું છે કે, પ્રવીણને પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ શિક્ષકની નોકરીમાં પણ સફળતા મળશે.

એટલે કે પ્રવીણ હવે ઉચ્ચ માધ્યમિક વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ XI અને XIIના વિદ્યાર્થીઓને ભણાવવા માટે પાત્ર છે. અને હવે તેને લગભગ 73 હજારથી 83 હજાર રૂપિયા માસિક પગાર મળશે.

પ્રવીણ તેલંગાણાના મંચેરિયલ જિલ્લાના એક ગામનો રહેવાસી છે. તેના પિતા કડિયાકામ કરે છે અને માતા બીડી બનાવવાના કારખાનામાં કામ કરે છે. પ્રવીણને હાલમાં 9 હજાર રૂપિયા માસિક પગાર મળે છે. પ્રવીણ જુનિયર લેક્ચરર તરીકે કામ કરવા માંગે છે.

તેની પાસે M.Com, B.Ed અને M.Ed ડિગ્રી છે. હાલમાં તે ચોકીદાર (આઉટસોર્સ) તરીકે કામ કરે છે. પરંતુ તેણે આ નિર્ણય માત્ર એમ જ નથી લીધો પણ ખુબ સમજી વિચારીને લીધો છે.

તેમણે મીડિયા સૂત્રોને જણાવ્યું કે, યુનિવર્સિટીમાં ચોકીદાર તરીકેની તેમની નોકરીએ તેમના માટે અહીં ઉપલબ્ધ અભ્યાસ સામગ્રીને ઍક્સેસ કરવાનું સરળ બનાવ્યું. તેણે કહ્યું કે, તેને ક્યારેય લાગ્યું નથી કે તે નોકરી કરી રહ્યો છે. કારણ કે, અહીં તેમને સરકારી નોકરીની તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્યો હતો. તેની પાસે એક રૂમ અને પુસ્તકો હતા. જેના કારણે તેને અભ્યાસમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. પ્રવીણે કહ્યું કે, તેના માટે આ બધું જ મહત્વનું છે.

તેણે ઈરાદાપૂર્વક ઓસ્માનિયા યુનિવર્સિટીના એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટરમાં નાઈટ વોચમેન તરીકે કામ કર્યું. જેથી તેમને સવારે અભ્યાસ કરવાનો સમય મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp