આ દેશમાં પ્રાથમિક શિક્ષકોનો પગાર વિશ્વમાં સૌથી વધુ, ભારત કરતાં 12 ગણો વધુ મળે છે

PC: aajtak.in

શું તમે જાણો છો કે, વિશ્વમાં કયા દેશના પ્રાથમિક શિક્ષકોને સૌથી વધુ પગાર મળે છે? જવાબ લક્ઝમબર્ગ છે. વર્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, યુરોપના આ દેશમાં 15 વર્ષનો અનુભવ ધરાવતા દરેક શિક્ષકને વાર્ષિક 104,846 ડૉલરનો પગાર મળે છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો આ વાર્ષિક રૂપિયા 87,27,344 થાય છે. આ પગાર દર મહિને લગભગ રૂ. 7,27,278 જેટલો થાય છે. આ ભારતીય શિક્ષકોની સરખામણીમાં લગભગ 12 ગણો વધારે છે. ભારતીય શિક્ષકોને વાર્ષિક 8,828 ડૉલર એટલે કે અંદાજે 7,34,839 રૂપિયાનો પગાર મળે છે. જો માસિક જોવામાં આવે તો આ રકમ 61,236 રૂપિયા થાય છે.

યુરોપિયન દેશ જર્મની પણ આ યાદીમાં બીજા સ્થાને આવે છે. યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા આ દેશમાં શિક્ષકનો પગાર 85,049 ડૉલર છે. નેધરલેન્ડમાં તે 70,899 ડૉલર છે. કેનેડામાં શિક્ષકોનું વાર્ષિક પેકેજ 70,331 ડૉલર છે. આ પછી ઓસ્ટ્રેલિયા અને અમેરિકા આવે છે. ઓસ્ટ્રેલિયામાં શિક્ષકોનો વાર્ષિક પગાર 68,608 ડૉલર છે જ્યારે અમેરિકામાં તે 63,531 ડૉલર છે. આ પછી આયર્લેન્ડ (62,337 ડૉલર) અને ડેનમાર્ક (62,301 ડૉલર) આવે છે. દક્ષિણ કોરિયાના શિક્ષકોને એશિયામાં સૌથી વધુ પગાર મળે છે. અહીં શિક્ષકોનું વાર્ષિક પેકેજ 60,185 ડૉલર છે.

લક્ઝમબર્ગમાં પુરૂષ અને સ્ત્રી શિક્ષકો વચ્ચે પગારમાં કોઈ ભેદભાવ નથી અને બંનેને દર વર્ષે સરેરાશ 108,000 ડોલરનો પગાર મળે છે. જ્યારે અહીં ઉચ્ચ શિક્ષણ ધરાવતા સારા શિક્ષકને 1,35,000 ડૉલર મળે છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં શિક્ષકે શિક્ષણમાં પણ ઉચ્ચ કક્ષાની ગુણવત્તા દર્શાવવી જરૂરી છે. સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષક બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની અને કોરિયામાં 95,000 ડૉલર કમાય છે.

વિશ્વના અન્ય તમામ દેશોમાં પુરૂષ અને મહિલા શિક્ષકોના પગારમાં ઘણો તફાવત છે. ઉદાહરણ તરીકે, ઑસ્ટ્રિયામાં, પુરૂષ શિક્ષકોને 66,000 ડૉલર મળે છે જ્યારે મહિલા શિક્ષકોને 62,000 ડૉલર મળે છે.

જાપાનમાં 15 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકોનો સરેરાશ વાર્ષિક પગાર 49,355 ડૉલર છે. દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં, આ આંકડો 43,073 ડૉલર છે, જ્યારે ફ્રાન્સમાં, પ્રાથમિક શિક્ષકોને વાર્ષિક સરેરાશ 40,042 ડૉલર પગાર મળે છે. ઇઝરાયેલમાં પ્રાથમિક શિક્ષકો વાર્ષિક 33,671 ડૉલર કમાય છે. રશિયામાં આ આંકડો 10,433 ડોલરનો છે જ્યારે પાકિસ્તાનમાં શિક્ષકોને વાર્ષિક 2,603 ડૉલર મળે છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો આ રકમ માત્ર 2,16,672 રૂપિયા થાય છે. એટલે કે પાકિસ્તાનમાં શિક્ષકોને દર મહિને 18,056 રૂપિયા મળે છે. પાકિસ્તાની રૂપિયામાં આ રકમ અંદાજે 60,000 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp