રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વડીલ વંદના કાર્યક્રમ

PC: Khabarchhe.com

આધુનિક સમયમાં વડીલો પ્રત્યે વિદ્યાર્થીઓમાં માન સન્માનની ભાવના કેળવાય તેમજ વિધાર્થીઓ સંયુક્ત પરિવારની પરિભાષા સારી રીતે સમજે, વડીલોનું મહત્ત્વ સમજે તે હેતુસર રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, અંકલેશ્વર ખાતે "રંગોત્સવ" (વડીલ વંદના) કાર્યક્રમ યોજાયો તેમજ વિધાર્થીઓ પરિવાર સહ આનંદ ઉત્સવ ઉજવે તે હેતુસર ફન ફેર (આનંદ મેળો)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં વિધાર્થીઓએ વિવિધ કૃતિઓની સુંદર રજૂઆત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

શાળાનાં એકેડેમિક એડવાઇઝર ડૉ. સંજય મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાથીઓમાં મૂલ્ય શિક્ષણની જરૂરિયાત અંગેની વાત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, તથા અતિથિ વિશેષ તરીકે શાસનાધિકારી ડૉ. દિવ્યેશ પરમાર, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, અંક્લેશ્વર JCI ના પ્રમુખ તેજસ પંચાલ, અંક્લેશ્વર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, હાંસોટ APMC ચેરમેન અનંત પટેલ તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ તથા મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

સમગ્ર કાર્યક્રમમાં શાળાના પ્રમુખ સવજીભાઈ પટેલ, શાળાના આચાર્ય અને મેનેજિંગ ડિરેક્ટર અનિલસિંહ ઠાકોર, એડમિનિસ્ટ્રેટર પ્રિતેશભાઇ પટેલ તેમજ ટ્રસ્ટીગણ તથા તમામ સારસ્વત મિત્રોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના વિઝન અને મિશન અંગેની માહિતી આપી હતી. અંતમાં શાળાના H.O.D. દિવ્યાબેન ઠાકોર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp