શાળાઓમાં સૂર્ય નમસ્કારનો મૌલાનાએ વિરોધ કર્યો તો શિક્ષણ મંત્રી બોલ્યા- બધાની...

PC: zeenews.india.com

રાજસ્થાન સરકારના આદેશ પર આજે સૂર્ય સપ્તમીના અવસર પર બધી શાળાઓમાં સૂર્ય નમસ્કાર શરૂ થયા હતા. શિક્ષણ મંત્રી મદન દિલાવરે શાળાના બાળકો સાથે સૂર્ય નમસ્કાર કર્યા. આ દરમિયાન શાળામાં સૂર્ય નમસ્કાર પર વિવાદ શરૂ થઈ ગયો છે અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. મુસ્લિમ પક્ષ તરફથી શાળામાં સૂર્ય નમસ્કાર અનિવાર્ય કરવા વિરુદ્ધ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જમીયત ઉલેમા એ રાજસ્થાનના મહાસચિવ મૌલાના અબ્દુલ વાહીદ ખત્રીએ તેના પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે, ઇસ્લામમાં સૂરજની પૂજા વિરુદ્ધ છે. અમને તેના માટે કોઈ મજબૂર નહીં કરી શકે.

મૌલાના અબ્દુલ વાહિદ ખાત્રીનું કહેવું છે કે, ભારત દેશમાં દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને માનવાની સ્વતંત્રતા છે. બીજા ધર્મની માન્યતાઓને બીજા ધર્મના લોકો પર થોપી નહીં શકાય. સૂર્ય નમસ્કાર, સરસ્વતી વંદના હિન્દુ ધર્મની માન્યતા છે. ઇસ્લામમાં સૂરજની પૂજા વિરુદ્ધ છે. સૂર્ય નમસ્કારને યોગ્ય ઠેરવી નહીં શકાય. અમને કોઈ મજબૂર નહીં કરી શકે આ બધુ કરવા માટે. તેમણે શાળાના બાળકોને 15 ફેબ્રુઆરીએ શાળા ન જવાની સલાહ આપી હતી.

આ અગાઉ જમીયત ઉલેમા એ રાજસ્થાનની વર્કિંગ કમિટીએ રાજસ્થાનના જયપુરમાં મીટિંગમાં નિર્ણય લીધો હતો કે 15 ફેબ્રુઆરીના રોજ શાળામાં સૂર્ય નમસ્કારની અનિવાર્યતાને ધ્યાનમાં લઈને મુસ્લિમ પોતાના બાળકોને શાળાએ ન મોકલે. એ સિવાય કમિટી દ્વારા સૂર્ય સપ્તમી વિરુદ્ધ રાજસ્થાન હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું કે, સૂર્ય ભગવાનની આરાધના જ તો કરી રહ્યા છીએ. માનનીય કોર્ટમાં જે પણ બેઠા છે, તેઓ જાણે છે કે સૂર્ય ભગવાન કોઈ સાથે ભેદભાવ કરતા નથી.

તેઓ જાતિ ધર્મ જોઈને પ્રકાશ આપી રહ્યા નથી, એટલે બધાની ડ્યૂટી બને છે કે જે આપે છે તેની આરાધના કારે. આ અગાઉ મંત્રી દિલાવરે એમ પણ કહ્યું હતું કે, સૂર્ય ભગવાનની ઉત્પત્તિ થઈ છે એટલે સૂર્ય ભગવાનનો જન્મદિવસ છે. આપણે આ વખત સૂર્ય ભગવાનને નમસ્કાર કરી રહ્યા છીએ, પ્રણામ કરી રહ્યા છીએ, તો અમે બાળકોને જ નહીં, રાજસ્થાનના દરેક વ્યક્તિને આહ્વાન કર્યું કે સૂર્ય ભગવાનની આરાધના કરે અને વધુમાં વધુ લોકો સૂર્ય નમસ્કાર કરે.

મુસ્લિમ પક્ષના વકીલ સૈયદ સાદત અલીનું કહેવું છે કે આ એક એવો કેસ છે કે વર્ષ 2015માં પણ સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. 2015માં પણ અમે તેને પડકાર આપ્યો હતો અને DBએ ઓર્ડર પાસ કર્યો હતો. ત્યારે સરકારે કહ્યું હતું કે એ કોઈ પર થોપી નહીં શકાય. જ્યારે ઓપ્શનલ છે. હવે ફરીથી 23 જાન્યુઆરીએ એક નોટિફિકેશન જાહેર કરીને તેના માટે અનિવાર્ય કરી દીધું. પોતે ઓપ્શનલ માગ્યા બાદ તેને ફરી અનિવાર્ય કેમ કરવામાં આવી રહ્યું છું. ઇસ્લામમાં સૂરજને ભગવાન નથી માનતા અને સૂર્યની આરાધનાની સખ્તાઈથી મનાઈ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp