એક તરફ નોકરીઓ છે, બીજી તરફ યુવાઓ પાસે ડિગ્રીઓ છે, છતા બેરોજગારી શા માટે?

બેરોજગારી ભારતની મોટી સમસ્યાઓમાંથી એક છે. મોટી વિડંબણાની વાત એ છે કે, જે દેશમાં શિક્ષણ ઉદ્યોગ 117 અબજ ડૉલરનો છે. જ્યાં એન્જિનિયરીંગ-મેડિકલથી લઈને સ્કિલ કોર્સીસની સંસ્થાઓનો જમાવડો છે. વિશાળકાય કેમ્પસવાળી સંસ્થાઓની મોટી ફી આપીને દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ડિગ્રીઓ લઈ રહ્યા છે. પરંતુ, આ બધી ડિગ્રીઓ તેમના કોઈ કામમાં નથી આવતી. આ દાવો કરી રહ્યો છે ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2023. ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2023માં ખુલાસો થયો છે કે ભારતમાં ડિગ્રી લેનારા 50 ટકા યુવા એવા છે જેમની પાસે નોકરી માટે પર્યાપ્ત સ્કિલ નથી. કંપનીએ આ રિપોર્ટ તૈયાર કરવા માટે 3 લાખ 75 હજાર વિદ્યાર્થીઓની ટેસ્ટ લીધી હતી. ત્યારબાદ ટેસ્ટના આધાર પર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. રિપોર્ટમાં આવેલા આંકડા દર્શાવે છે કે ભારતમાં આશરે 50 ટકા યુવા એવા છે જે રોજગારને યોગ્ય નથી, તેમાંથી એવા યુવા વધુ છે જેમની પાસે સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આવનારા કેટલાક વર્ષોમાં એવા 50 ટકા યુવા અયોગ્ય થઈ જશે જેમની પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી છે. તેમજ, વર્તમાનની વાત કરીએ તો આજે MBAની ડિગ્રીવાળા 40 ટકા યુવા નોકરીને યોગ્ય જ નથી. તેમની પાસે હુનર નથી. તેમજ, એન્જિનિયરીંગના 43%, બીકોમના 40%, બેચલર ઓફ સાયન્સના 63%, આઈટીઆઈમાંથી ડિપ્લોમા અથવા અન્ય કોર્સીસ કરનારા 66%, પોલિટેકનિક 72 અને બેચલર ઇન ફાર્મસી એટલે કે બીફાર્મના 43% વિદ્યાર્થી એવા નીકળ્યા જે નોકરીને યોગ્ય નથી. તેનો સીધો અર્થ એ છે કે, આ યુવાઓ પાસે ડિગ્રી તો છે પરંતુ યોગ્યતા નથી.

આજે જ્યારે છોકરીઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે, સ્કિલમાં પણ તેઓ કોઈનાથી પાછળ નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શિક્ષિત પુરુષોની સરખામણીમાં શિક્ષિત મહિલાઓ વધુ યોગ્ય છે. વર્ષ 2022માં 47% પુરુષ અને 54% મહિલાઓ યોગ્ય હતી પરંતુ, મહિલાઓને નોકરી ઓછી મળી.

રિપોર્ટમાં યૂનિસેફ લેખના હવાલા પરથી જણાવવામાં આવ્યું છે કે, લેબર માર્કેટમાં વર્તમાનમાં સાડા પાંચ કરોડ ગ્રેજ્યુએટ છે. ભવિષ્યની વાત કરીએ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2030માં આ માર્કેટમાં દસમું પાસ યુવાઓની સંખ્યા 30 કરોડ થઈ જશે. આ વિરોધાભાસ જ તો કહેવાશે કે ટેક્નોલોજી અને મેનેજમેન્ટની ટોપ ઇન્સ્ટીટ્યૂટ જેવી આલ્ફાબેટ ઇંકને સુંદર પિચાઈ અને માઇક્રોસોફ્ટને સત્યા નાડેલા જેવા ભારતીય હેડ કરી રહ્યા છે. એ જ દેશમાં યુવાઓની પાસે બેથી ત્રણ ડિગ્રી હોવા છતા બેરોજગારી ઝડપથી વધી રહી છે. નોકરી અપાવવાનો વાયદો કરનારી મોટી-મોટી સંસ્થાઓ યુવાઓને શાના માટે તૈયાર કરી રહ્યા છે.

દુનિયાભરમાં, આજે વિદ્યાર્થીઓ ઝડપથી ડિગ્રી બનામ લાગત પર રિટર્ન પર વિચાર કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણના અવસર વિશ્વ સ્તર પર વિવાદોને જન્મ આપે છે, જેમા અમેરિકા પણ સામેલ છે. જ્યાં લાભકારી સંસ્થાઓએ સરકારી તપાસનો સામનો કરવો પડ્યો છે. છતા ભારતમાં શિક્ષણની જટિલતાઓ સ્પષ્ટરીતે દેખાઈ રહી છે. હવે સરકારે તેનો કોઈ હલ શોધવો પડશે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.