જીવ જોખમમાં મૂકીને ભણવા જાય ગુજરાતના આ વિદ્યાર્થીઓ

PC: Youtube.com

12 વાગતાની સાથે જ આ શાળાના 35 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે નીકળી પડે છે. પરંતુ આ વિદ્યાર્થીઓને શાળા જતા જુઓ તો તમે પણ આશ્ચર્ય પામી જશો કારણકે શાળાએ જતા આ વિદ્યાર્થીઓનું બેગ ખભાને બદલે માથા પર હોય છે અને ચપ્પલ પગની જગ્યાએ હાથમાં હોય છે. વિદ્યાર્થીઓ દ્વારા આ રીતે શાળાએ જવાનું કારણ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે અમરાવતી નદી પાર કરવી પડે છે.

અમે વાત કરીએ છીએ અંકલેશ્વરના સેંગપુર ગામની. અહીં બાળકો ભણવા માટે અમરાવતી નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થાય છે. જ્યારે વાલિયામાં વરસાદ વર્ષે છે ત્યારે એકા-એક આ નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. સેંગપુરને બે ભાગમાં વહેંચતી આ અમરાવતી નદીની ફ્લેશ ફ્લડની સ્થિતિ ચોમાસાની ઋતુ દરમિયાન હંમેશની છે. ચોમાસાની ઋતુ દરમિયાન મોત સમાન નદીમાંથી પસાર થવું ગામ લોકો માટે રોજિંદુ બની ગયું છે. બાળકો અને ગામના લોકો નસીબના કારણે નદીમાંથી સલામત રીતે પસાર થઈ જાય છે પરંતુ ક્યાં સુધી લોકો નસીબના જોરે મોતને પાછળ રાખી શકશે. આકાશમાં વરસાદી વાદળો છવાયેલા જોઈને ગામ લોકો માનવ સાંકળ રચી નદી પાર કરીને બાળકોને શાળાએથી લેવા માટે પહોંચી જાય છે. જેના કારણે બાળકોનો અભ્યાસ પણ બગડે છે.

કેટલીક વાર વિદ્યાર્થીઓના કપડાં નદીમાંથી પસાર થવાના કારણે ભીનાં થઈ જાય છે ત્યારે વિદ્યાર્થીઓએ ભીના કપડાંમાં જ અભ્યાસ કરવો પડે છે. વિદ્યાર્થી અને ગામ લોકોની આવી હાલત જોઈને તંત્રની કામગીરી પર સવાલો ઊઠી રહ્યાં છે કે મોતના મોં માંથી બાળકો અને ગામ લોકો ક્યાં સુધી પસાર થતા રહશે. તંત્ર દ્વારા નદી પર પુલ ક્યારે બનાવવામાં આવશે તે જોવાનું બાકી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp