રંગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી

PC: Khabarchhe.com

રંગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં “શિક્ષક દિવસ” ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. વિશેષમાં દર વર્ષે 5 સપ્ટેમ્બર, આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ તે રીતે આ વર્ષે રંગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, યુનેસ્કો દ્વારા ઍવોર્ડ વિજેતા ચંદ્રકાંત ભટ્ટ (રીટાયર્ડ શિક્ષક)ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા શાળાના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નાટ્યકૃતિ દ્વારા વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું મહત્વ શું છે અને શિક્ષક તેના જીવન દરમ્યાન વિદ્યાર્થીને જીવનના પાઠ શીખવવા જે પ્રયત્નો કરે છે તેની આબેહુબ રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆત બાદ મુખ્ય મહેમાન ચંદ્રકાંત ભટ્ટના વરદ હસ્તે શાળાના તમામ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નૈસર્ગિક પ્રકૃતિના ખોળે ઉભેલી રંગ ઈન્ટરનેશનલ સ્કૂલ, અંકલેશ્વર તાલુકાની વિધાતાના વરદાનને વરેલી સ્કૂલ છે જે બાળકોને ઉગતા શીખવે છે. શાળામાં ભૌતિક, શૈક્ષણિક અને બૌદ્ધિક સુવિધા સહ જીવન ઘડતર, નૈતિક મુલ્યો અને સંસ્કારનું જીવનલક્ષી ભાથું પીરસવામાં આવે છે. શાળાની દૃષ્ટિ સંપન્ન સેવાભાવી મેનેજમેન્ટને હાર્દિક અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે શ્રી રંગ અવધૂત બાપજીની કૃપા-પ્રસાદ નિરંતર શાળા પર વરસતી રહે અને રંગ ઈન્ટરનેશનલ સ્કૂલ શિક્ષણ જગતની પ્રેરણાસ્ત્રોત બની રહે.
અંતમાં શાળાના આચાર્ય દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp