IPSએ આ ફોટો શેર કરી લખ્યું- બાળપણમાં શાળાના માસ્ટર દ્વારા મોકલાયેલી કમાંડો ફોર્સ

PC: ndtv.in

સ્વ. અટલ બિહારી વાજપેયી જયારે દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે બાળકોના શિક્ષણને પ્રમોટ કરવા માટે એક સુંદર કેમ્પેઇન શરૂ કર્યું હતુ. જેના શબ્દો ખુબ જ લોકપ્રિય થયા હતા. તે વખતે કેમ્પેઇન ચાલ્યું હતું કે રોકે સે ના રુકે હમ, મરજી સે ચલે હમ, આઓ સ્કુલ ચલે હમ. આ વાત આજે એટલા માટે યાદ કરવી પડી કારણ કે સોશિયલ મીડિયા પર મજા પડી જાય તેવી એક તસ્વીર વાયરલ થઇ રહી છે. શાળાએ જવાનું પસંદ નહી હોય એવા એક બાળકને દોસ્તીની ટોળકી ટીંગાટોળી કરીને સ્કુલ લઇ જાય છે. આ તસ્વીર એવી છે જે બધાને એ જુના દિવસોની યાદ અપાવી દેશે ,જયારે તેમની સાથે પણ કદાચ આવ્યું બન્યું હોય.શાળાના દિવસો હમેંશા બધા માટો ગોલ્ડન ડેઇઝ હોય છે. કદાચ ઘણા બધાની જિંદગીમાં એવું બન્યું હશે કે તમારા મિત્રો તમને ટીંગાટોળી કરીને સ્કુલ લઇ ગયા હશે.

અહીં સ્વ. જગજીતસિંહની એક ગઝલ પણ યાદ કરવા જેવી છે. ये दौलत भी ले लो ये शोहरत भी ले लो भले चीन लो मुझसे मेरी जवानी मगर मुझको लौटा दो बचपनका सावन वो कागज़ की कश्ती वो बारिश का पानी.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે બાળક શાળાએ જતું નથી. આવી સ્થિતિમાં કેટલાક બાળકો તે વિદ્યાર્થીને બળજબરીથી ટીંગાટોળી કરીનેશાળાએ લઈ જાય છે. પણ આ બળજબરીમાં પણ નિખાલસ દોસ્તીનો પ્રેમ છે. લોકોને આ તસ્વીર ખૂબ જ પસંદ આવી રહી છે. વાયરલ થઈ રહેલી આ તસવીર પર ઘણા લોકોના રિએક્શન આવી રહ્યા છે. આ તસવીર IPS ઓફિસર સુભાષ દુબેએ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

IPS ઓફિસરે શેર કરેલી તસવીર પર તેમણે કેપ્શનમાંલખ્યું છે - બાળપણમાં માસ્ટરજી દ્વારા શાળામાં મોકલવામાં આવેલ કમાન્ડો ફોર્સ, जो ना कोई बातचीत करती थी, ना ही कोई समझौता. વાયરલ થઈ રહેલી આ તસવીર પર 2 હજાર 800થી વધુ લોકોની લાઈક્સ આવી છે, જ્યારે આ તસવીર પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું છે- સર, તમે મને જૂના દિવસો યાદ કરાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp